રાજકોટમાં તા.૨૫-૫-૨૦૨૪ને શનિવારે સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નિપજ્યા હતા, આ ભયંકર દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે છતાં હજુ સુધી મૃતકો કે તેમના પરિવારોને ન્યાય મળ્યો ન હોય વિપક્ષ કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૨૦થી તા.૨૫ સુધી વિરોધ પ્રદર્શન કરતા તેમજ ન્યાયની માંગ કરતા વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વિશેષમાં આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર સયાજી હોટલની પાછળના ટીઆરપી ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને આગામી તા.૨૫ મે ૨૦૨૫ના એક વર્ષ પૂર્ણ થશે તેમ છતાં મૃતકો અને પીડિતોના પરિવારોને ન્યાય મળ્યો નથી જે સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલથી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ
તા.૨૦ને મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે ત્રિકોણબાગ ભેગા થઈને કોર્પોરેશન ચાલીને જઈને ત્યાં ધરણાં અને મ્યુનિસિપલ કમિશ્નરને ઘેરાવ અને બપોર પછી પ્રભારીઓ પોતાના વિસ્તારમાં પત્રિકા વિતરણ કરશે. તા.૨૧ને બુધવારે સવારે પોલીસ કમિશ્નરને રજુઆત અને બપોર પછી પ્રભારીઓ ન્યાય સંકલ્પ રથ રવાના કરાવશે અને તેના ફોટાઓ પોતાના વિસ્તારમાં ફેરવશે. તા.૨૨ને ગુરુવારે સવારે ૧૧ વાગ્યે વોર્ડના પ્રભારીઓ પોતાના વિસ્તારોમાં રીક્ષાઓમાં સ્ટીકર લગાવશે અને પત્રિકા વિતરણ કરશે.તા.૨૩ને શુક્રવારે રીક્ષાના સ્ટીકરના ફોટા તેમજ રથના ફોટા અને પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમ, તા.૨૪ને શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ પક્ષ દ્વારા કરેલ દરેક લેવલએ જે રજૂઆત એનું પરિણામ શું આવ્યુ તે માટે, તા.૨૫ને રવિવારે સાંજે દરેક પ્રભારીઓએ નોંધાવેલા સભ્યો ની સંખ્યા સાથે સાંજે ૭-૩૦ વાગ્યે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech