પોરબંદરમાં ટ્રાફિકને અડચણપ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓ પાસેથી મનપાએ ૧૦ હજારનો દંડ વસુલ્યો છે તે ઉપરાંત સ્ટ્રીટલાઇટ સમારકામ, પાણીની પાઇપલાઇનના સમારકામ સહિતની કામગીરી પણ કરવામાં આવી છે.
કેરીના ધંધાર્થીઓ પાસે દંડ
માર્કેટ વિભાગ દ્વારા એમ.જી. રોડ, જુના ફુવારા પાળીબાગ રોડ ઉપર રીક્ષા ટેમ્પો વગેરે રાખીને કેરીનું વેચાણ કરતા ૧૦ જેટલા ધંધાર્થીઓને ત્યાંથી ખસેડી તેઓ પાસેથી કુલ ા. ૧૦,૦૦૦નો વહીવટીચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
૧૦૯ સ્ટ્રીટલાઇટનું સમારકામ
કમિશ્નર તથા નાયબ કમિશ્નર(પ્રોજેકટ)ની સુચનાથી ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, પરેશનગર, ધરમપુર, ઠકકરપ્લોટ, ગધાઇવાડા, સુભાષનગર, બોખીરા, જ્યુબેલી, મેમણવાડ, સુતારવાડો, વનાણા, દિગ્વિજયગઢ, ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૧૦૯ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
પાઇપલાઇનનુ સમારકામ
વોટરવર્કસ વિભાગ દ્વારા સુપરવિઝન કરવામાં આવેલ જેમાં રોકડીયા હનુમાન, સુચી સ્કૂલ, ખીજડીપ્લોટ, કમલાબાગ, ઓમનગર જેવા અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તમજ નવો કુંભારવાડો અને રોકડીયા હનુમાન મંદિરમાં વાલ્વ રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે.
ટ્રીમીંગ અને સાફસફાઇ
ગાર્ડન વિભાગ દ્વારા પાળીબાગ, કમલા નેહ પાર્ક, ડો. આંબેડકર ગાર્ડન, રાણીબાગ, નાગાર્જુન સિસોદીયા પાર્ક, ચોપાટી વિલા ગાર્ડન, જેવા અનેક ગાર્ડનની સફાઇ તેમજ કડીયાપ્લોટ, રેલ્વેફાટક અને ઝુરીબાગ શેરી નં. ૯ વૃક્ષોની નડતરપ ડાળીઓનુ ટ્રીમીંગ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech