મોટી હવેલી ખાતે ચૈત્ર વદ અગીયારસ-બારસના રોજ કરાયું આયોજન
ચૈત્ર વદ અગીયારસના રોજ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 547મો પ્રાગટય ઉત્સવ નિમતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું મોટી હવેલી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
તા. 4 અને 5 મે એમ બે દિવસ સુધી શ્રઘ્ધા અને ઉત્સાહપૂર્વક શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટય ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, આ અંતર્ગત સવારે 6 વાગ્યે મંગલા આરતી, 7 વાગ્યે પ્રભાત ફેરી જે મોટી હવેલીથી પ્રસ્થાન કરી સેતાવાડ, ખંભાળીયા ગેઇટ, દી. પ્લોટ, સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, જીલ્લા પંચાયત ભવન, ટાઉનહોલ, ત્રણબત્તી, બેડી ગેઇટ, કે.વી. રોડ, સુભાષ બ્રીજ, અન્નપુણર્િ ચોકડી થઇ મહાપ્રભુજી બેઠકે વિરામ લેશે.
અખંડ ભુમંડલાચાર્યવર્ય જગદગુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો ચૈત્ર વદ 11ના રોજ 547મો પ્રાગટય ઉત્સવ આવે છે, જે અંતર્ગત દિવ્ય શોભાયાત્રા, સંઘ્યા આરતી દર્શન બાદ સાંજે 6 વાગ્યે શોભાયાત્રા મોટી હવેલીથી પ્રસ્થાન કરી વાણીયાવાડ, ચાંદીબજાર સર્કલ, માંડવી ટાવર, હવાઇચોક, સત્યનારાયણ મંદીર, આકાશ ગંગા એપાર્ટમેન્ટ, જલાની જાર થઇ મોટી હવેલી શ્રી મહાપ્રભુજીના ચિત્રજીના પૂજન સાથે વિરામ લેશે.
ચૈત્ર વદ 12ના રોજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્સવનાયકના ચરિત્ર પર પૂ.પા.ગો. 108 શ્રી હરીરાયજી મહારાજ, પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય, પૂ.પા.ગો. શ્રી રસાર્દ્રરાયજી અને પૂ.પા.ગો. શ્રી પ્રેમાદરાયજી વચનામૃત તથા સંતો, મહંતો, શાસ્ત્રીજીઓ તેમજ વિદ્વાનોના પ્રવચન થશે.
શ્રી મોટી હવેલી ખાતે વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર વયોવૃઘ્ધ વૈષણવજનોનું ધર્મસભામાં પૂ. મહારાજશ્રીના હસ્તે પ્રશસ્તીપત્ર આપી સન્માનીત કરવામાં આવશે તેમજ પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી પ્રમુખ વજુભાઇ પાબારી, જામનગર વૈષણ્વ સમાજની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech