મ્યુ. કમિશનરે જાહેર નોટીસ પાઠવી: મોટા વાહન માટે ત્રણ દરવાજા, કે.વી. રોડ, પરનો રસ્તો ઉપયોગ કરવા જણાવ્યું: પીજીવીસીએલ અને બીએસએનએલના અંડરગ્રાઉન્ડ કેબલ હટાવાશે
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રમાં લાંબામા લાંબો ફલાય ઓવરબ્રીજ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ તા.૩૦ નવેમ્બર સુધી મ્યુ. કમિશનરે નાગનાથ ગેઇટ ચોકડી પર વાહનોની પ્રવેશબંધી ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો તેમાં ૪૫ દિવસનો વધારો કર્યો છે. પીજીવીસીએલ અને બીએસએનએલના અન્ડરગ્રાઉન્ડ કેબલનુ સ્થળાંતર કરવા માટે આ રસ્તો બંધ કરવા ફરીથી જાહેર નોટીસ આપીને મુદત વધારી છે.
સુભાષબ્રીજ પાસે નાગનાથ ગેઇટ જંકશન પાસે પાણીની લાઇન સ્થળાંતર અને અન્ય કામગીરી માટે તા.૮ ઓકટો.થી ૩૦ નવે. સુધી નાગનાથ ગેઇટ ચોકડીનુ ક્રોસીંગ બંધ કરીને મ્યુ. કમિશનરે જાહેર નોટીસ પાઠવીને રસ્તો બંધ કર્યો છે. હવે પાણીની લાઇનની કામગીરી થઇ ચુકી છે પરંતુ પીજીવીસીએલના અને બીએસએનએલના કેટલાક અન્ડર ગ્રાઉન્ડ કેબલના કારણે ફરીથી મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ તા.૩૦ નવે. થી તા.૧૩ જાન્યુઆરી સુધી આ રસ્તો બંધ કરવા જાહેર નોટીસ પાઠવી છે.
સ્મશાન અને બ્રીજ જવા માટે નાગનાથ જંકશનની ડાબી બાજુ સાઇડના બે ગાળાઓ નીચેથી અને સ્મશાન અને સુભાષબ્રીજ તરફથી ત્રણ દરવાજા કે અંબર ચોકડી તરફ જવા માટે શિવમ હોટલ પાસેના ડીવાઇડરનાં ઓપનીંગમાંથી વાહનો જઇ શકશે. જયારે ભારે વાહનો સાત રસ્તાથી લાલબંગલા સર્કલથી ટાઉનહોલ અને તીનબતી થઇ ત્રણ દરવાજાના વનવે રોડથી બેડીગેઇટ ટાઉનહોલથી લાલબંગલાથી સાત રસ્તા સુધી ખુલ્લો રહેશે તેમ નોટીસમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech