વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને ક્રિકેટરસિકોમાં ભારે ઉન્માદ છે. જોકે, આ ઉત્સાહની આડમાં ટિકિટોની કાળાબજારી કરનારાઓ બેફામ બન્યા છે. એકબાજુ સાચા ક્રિકેટ ફેન્સ ટિકિટ માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કાળાબજારિયાઓ ટિકિટના મૂળ ભાવ કરતા 6 ગણા વધુ ભાવ વસૂલીને તગડી કમાણી કરી રહ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે પણ હવે આંગળી ચીંધાઈ રહી છે.
'નાની માછલીઓ' જેલ ભેગી, 'મગમચ્છો' મોજમાં?
અમદાવાદ પોલીસે તાજેતરમાં એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાંથી ટિકિટ બ્લેક કરતા ગણ્યા-ગાંઠ્યા શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ ચર્ચા એવી છે કે પોલીસ માત્ર 'નાની માછલીઓ'ને પકડીને સંતોષ માની રહી છે. જે મોટા માથાઓ હજારોની સંખ્યામાં ટિકિટો ડમ્પ કરીને બેઠા છે અને અંડરગ્રાઉન્ડ નેટવર્ક ચલાવી રહ્યા છે, તેમના સુધી પોલીસના હાથ કેમ પહોંચતા નથી? તે એક મોટો સવાલ ઉઠ્યો છે. શું મોટા ગજાના કાળાબજારિયાઓ પર પોલીસની 'રહેમ નજર' છે કે પછી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે?
કોમ્પલીમેન્ટરી ટિકિટોનો ખેલ
સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, જે ટિકિટો સામાન્ય જનતા માટે ઉપલબ્ધ હોવી જોઈએ, તે મોટા માથાઓ દ્વારા 'કોમ્પલીમેન્ટરી' (મફત) તરીકે વહેંચવામાં આવી રહી છે અથવા તો તેને ઊંચા ભાવે સેટિંગ કરીને બજારમાં ઉતારવામાં આવી રહી છે. રૂ.2,000ની ટિકિટ 15,000 કે તેથી વધુમાં વેચાઈ રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગુપ્ત રીતે થતા આ વ્યવહારોમાં મોટા મગમચ્છોને પોલીસ કેમ છાવરી રહી છે, તેવો આક્રોશ સામાન્ય નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.
ફેન્સમાં ભારે રોષ
દૂર-દૂરથી મેચ જોવા આવેલા ચાહકોનું કહેવું છે કે ઓનલાઈન બુકિંગ મિનિટોમાં 'સોલ્ડ આઉટ' થઈ જાય છે, પરંતુ બ્લેક માર્કેટમાં ગમે તેટલી ટિકિટો હાજર હોય છે. જો પોલીસ ખરેખર કડક તપાસ કરે તો આ મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે તેમ છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે પોલીસ માત્ર દેખાડા ખાતરની કામગીરી કરીને આંકડાકીય સંતોષ માની રહી છે, જ્યારે અસલી ગુનેગારો હજુ પણ કાયદાની પકડથી બહાર છે.
ક્રિકેટના આ મહાપર્વમાં પારદર્શિતા જળવાવી જોઈએ, પરંતુ ટિકિટોની કાળાબજારીએ રમતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ 'મોટા મગમચ્છો' પર ત્રાટકશે કે પછી આ મેચ માત્ર વીવીઆઈપી અને કાળાબજારિયાઓના ભરોસે જ રમાશે?
સામાન્યથી લઈને લક્ઝુરિયસ ટિકિટોના ભાવમાં તોતિંગ વધારો
મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. ટિકિટના કાળા બજારના જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. જે ટિકિટની મૂળ કિંમત રૂ. 2,000 છે, તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ. 15,000 સુધીમાં વેચાઈ રહી છે.
લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો રૂ. 1.50 લાખ જેવી અધધ કિંમતે બોલાઈ રહ્યા છે. એજન્ટોનું માનવું છે કે મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
અમદાવાદમાં અત્યારે સત્તાવાર રીતે ટિકિટો ઉપલબ્ધ નથી, જેના કારણે કાળા બજારિયાઓ મેદાનમાં આવ્યા છે. આ એજન્ટોએ અગાઉથી જ ટિકિટોનો સંગ્રહ કરી લીધો હતો અને હવે તે બજારમાં બ્લેકમાં વેચી રહ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર, એજન્ટો સાથેની વાતચીતમાં ખુલાસો થયો છે કે ટિકિટોના મૂળ ભાવ કરતા 6થી 10 ગણા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે.
ચાહકોમાં નિરાશા છતાં મેચ જોવાની જીદ
ટિકિટોના આ આસમાને પહોંચેલા ભાવોને કારણે સામાન્ય ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના ચાહકો માટે સ્ટેડિયમમાં જઈને ફાઈનલ જોવી હવે આર્થિક રીતે મુશ્કેલ બની રહી છે. આમ છતાં, ભારત અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો વચ્ચેની ટક્કર અને વર્લ્ડ કપ જીતવાની આશાને કારણે અનેક લોકો ગજવું ખાલી કરીને પણ ટિકિટ મેળવવા મથામણ કરી રહ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આવા કાળા બજારિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે, જેથી સાચા ક્રિકેટ ચાહકોને અન્યાય ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
