પ્રભારી હિરેન હિરપરાએ કરી જાહેરાત
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મયુરભાઈ ગઢવીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
મયુરભાઈ ગઢવી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે. તેમને પહેલા પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી.તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલની તબિયત નાદુરસ્ત થતાં તેમને આ જવાબદારી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. તાજેતરની નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ તેમનું પ્રદર્શન સરાહનીય રહ્યું હતું.
ખંભાળિયામાં "દ્વારકેશ કમલમ" નામના જિલ્લા ભાજપના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જિલ્લાના પ્રભારી હિરેનભાઈ હિરપરાએ ગઈકાલે બપોરે તેમની નિયુક્તિની જાહેરાત કરી હતી.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓએ તેમની નિયુક્તિને આવકારી છે. મયુરભાઈ ગઢવી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ નેતૃત્વ સાથે સતત સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech