કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જીરાગઢ ગામના પશુપાલક શરી દેવાભાઈ ગમારાને ચેક અર્પણ કરાયો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા પશુપાલકશ્રી દેવાભાઈ ગમારાના ઘેટા વર્ગના ૬૯ તેમજ બકરા વર્ગના ૧૭ મળીને કુલ ઘેટા બકરા વર્ગના ૮૬ પુખ્ત પશુઓનું તા.૨૧-૧-૨૦૨૪ના રોજ મૃત્યુ થયું હતું. પશુપાલક દ્વારા પશુ ચિકિત્સા અધિકારી જોડિયા સમક્ષ કાર્યવાહી કરવા અને સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮૬ પશુઓના મરણ જંગલી કૂતરાના બીકના લીધે ગભરામણથી થયેલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
પશુપાલકને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મૃત પશુદીઠ રુા.૧૬૫૦ લેખે કુલ રુા.૧,૪૧,૯૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. જેનો ચેક રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર દ્વારા પશુપાલકને અર્પણ કરી મંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech