થિયેટર કમાન્ડ હેઠળ સંયુક્ત સૈન્ય અભિયાનોને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના હેતુથી ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા આર્મી, નૌસેના અને વાયુસેના (ત્રણેય પાંખો)ની લોજિસ્ટિક્સ વ્યવસ્થાને ઈન્ટિગ્રેટ કરવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમથી કઈ સેના પાસે કેટલા પ્રમાણમાં દારૂગોળો, મિસાઈલો અને અન્ય સૈન્ય સામગ્રી ઉપલબ્ધ છે તથા કઈ જગ્યાએ કયા સંસાધનની તાત્કાલિક જરૂરિયાત છે, તેની સંપૂર્ણ માહિતી માત્ર એક ક્લિક પર સચોટ રીતે મળી શકશે.આ સિસ્ટમથી સમયસર સામગ્રીનો પુરવઠો પહોંચાડવાની સાથે-સાથે સ્પેરપાર્ટ્સ અને અન્ય સૈન્ય સાધનોને બગડતા કે ખરાબ થતા અટકાવવામાં પણ મોટી મદદ મળશે. આ તમામ કામગીરી માટે સૈન્ય લોજિસ્ટિક્સમાં એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સૈન્ય બાબતોના વિભાગના સંયુક્ત સચિવ રિયર એડમિરલ કુણાલ સિંહ રાજકુમારે રાજ્યસભા સાંસદ ડૉ. અજીત માધવરાવ ગોપછડેને મોકલેલા સત્તાવાર જવાબમાં આ સમગ્ર યોજનાની વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અમેરિકાની 'ડિફેન્સ લોજિસ્ટિક્સ એજન્સી'ની તર્જ પર ભારતમાં પણ એકીકૃત રક્ષા લોજિસ્ટિક્સ અને ઈંધણ વ્યવસ્થાપન પ્રણાલી બનાવવાનું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું.સૈન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાંસદે ત્રણેય સેનાઓ માટે એકીકૃત ઈંધણ ખરીદી અને સપ્લાય સિસ્ટમ, ડિજિટલ દેખરેખ ધરાવતી સૈન્ય ફ્યુઅલ કાર્ડ વ્યવસ્થા, એઆઈ આધારિત લોજિસ્ટિક્સ તેમજ સૈન્ય ઈંધણ અને લ્યુબ્રિકન્ટની ગુણવત્તા ચકાસવા માટે એક સાઝા નેટવર્ક બનાવવાનું સુઝાવ પણ આપ્યું હતું.ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ નેટવર્કનો આ સુમેળ ભવિષ્યના સૈન્ય અભિયાનોને વધુ ઝડપી, પારદર્શી અને સક્ષમ બનાવશે. ત્રણેય સેનાઓ વચ્ચેના આ સંકલનથી દેશની સૈન્ય શક્તિ અને રક્ષા સજ્જતામાં એક નવો અધ્યાય ઉમેરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોના-ચાંદીના ભાવ ધડામ, એક દિવસમાં રૂ.7,000 સુધીનો ઘટાડો, ચાંદી 2 લાખની નજીક આવી ગઈ
October 22, 2026 06:48 PMઓનલાઈન પરીક્ષામાં 75% માર્ક મેળવનારને જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકાર નવા નિયમો લાદવાની તૈયારીમાં
October 22, 2026 06:37 PM2 રૂપિયાનો શેર પૈસા છાપવાનું મશીન બન્યો, 1 લાખનું રોકાણ કરનારા કરોડપતિ બન્યા
October 22, 2026 06:29 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
