દ્વારકા સાયબર ક્રાઇમની ટીમ પાટણથી પકડી લાવી
ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી શેરબજારમાં રોકાણ કરવાનું કહીને 38 હજારની છેતરપીંડી કરનાર મુખ્ય સુત્રધારને દ્વારકા સાયબર ક્રાઇમની ટીમ પાટણ જીલ્લામાંથી પકડી લાવી પુછપરછ હાથ ધરી છે.
હાલના સમયમાં ઓનલાઇન ટ્રાન્જેકશન અને શેરબજારમાં રોકાણના બહાને છેતરપીંડીના બનાવો સામે આવી રહયા છે, આ પ્રકારના ગુના શોધી કાઢવા દ્વારકા એસપી નિતેશ પાંડેય અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ દ્વારકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દ્વારકા સાયબર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ગુનાની તપાસની કાર્યવાહી દરમ્યાન સાયબર ક્રાઇમના પીઆઇ વી.કે. કોઠીયા અને ટીમ દ્વારા પાટણ જીલ્લાના ગડસઇ ગામમાંથી રણજીતસિંહ ઇશ્ર્વર ઠાકોરની ધરપકડ કરી છે.
રણજીતસિંહ ઠાકોરએ ઓનલાઇન શેરબજારમાં ટ્રેડીંગ કરાવતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાથી ફોટા, વિડીયો ડાઉનલોડ કરી ફેક એકાઉન્ટ બનાવી પોતે ટ્રેડર હોવાની ખોટી ઓળખ આપી ભોગ બનનારને શેરબજારમાં પીયા ડબલ કરવાની લોભામણી લાલચ દઇ અલગ અલગ ચાર્ટના નામે ટ્રાન્જેકશન કરાવીને છેતરપીંડી કયર્નિી કબુલાત આપી હતી, બીજી બાજુ પોલીસ દ્વારા શેરબજારમાં રોકાણ પોતાની જાતે કરવાનું રાખો કોઇ વચેટીયાનો વાતોમાં રોકાણ કરવુ નહી, સેબી રજીસ્ટારની સલાહનો આગ્રહ રાખો વિગેરે ખરાઇ કરવી અને સાવચેતી રાખવા જાહેર જનતા જોગ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech