જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા એક ભરવાડ યુવાનને તેની ગાયએ વાડામાં ઢીક મારી દેતાં ગંભીર ઇજા થયા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા રામાભાઇ લાખાભાઈ હુણ નામના ૩૫ વર્ષના ભરવાડ યુવાનને ગત ૨૮મી તારીખે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના વાડામાં પોતાની એક ગાય એ ઢીંક મારી દેતાં ઇજા થઈ હતી, અને બેભાન બન્યા પછી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં ગઈકાલે સાંજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારના પાંચાભાઇ રામાભાઇ ભરવાડએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ પી.બી. ગોજીયાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ, તેલ અવીવ એરપોર્ટ નજીક થયો મિસાઇલ હુમલો
May 04, 2025 04:25 PMપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech