રાજ્ય કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં તૃતીય નંબર પર ઝળહળતી સિદ્ધિ મેળવી
ગુજરાત રાજ્ય રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા 2024-2025 રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ તા. 19/11/2024 ના રોજ ટાઉન હોલ ગાંધીનગર મુકામે યોજાયેલ. જેમાં પ્રાચીન ગરબા વિભાગમાં શ્રી જી.એમ. પટેલ કન્યા વિધાલય ધ્રોલ તૃતીય નંબર પ્રાપ્ત કરી જામનગર જીલ્લા, ધ્રોલ તાલુકા તથા શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
આ સફળતા બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બી. એચ. ધોડાસરા સાહેબ, મેનેજીંગ ટ્રસ્ટી જેરામભાઇ વાંસજાળીયા, (કડવા પટેલ કેળવણી મંડળ - ધ્રોલ), ટ્રસ્ટી ડાયાભાઈ ભીમાણી, ટ્રસ્ટી તેમજ શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ભગવાનજી કાનાણી સાહેબ, ટ્રસ્ટીશ્રી રમેશભાઈ રાણીપા, શૈલેષભાઈ વૈશ્નાણી, ડો. ભુવા સાહેબ, જાકાસણીયા રમેશભાઈ, કેમ્પસ ડાયરેકટર શ્રી ડો. છગનભાઈ કગથરા, DLSS ના સંચાલક ભીમજીભાઈ યનિયારા, કારોબારી સભ્યશ્રી ઓ તેમજ સમગ્ર શાળા પરિવારે કલાવૃંદની બાળાઓને તથા શાળાના આચાર્યાશ્રી વિજયાબેન બોડા છત્રોલા અને માર્ગદર્શક શિક્ષિકા બહેનશ્રી સ્વાતિબેન છત્રોલાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. શીલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech