ધુંવાવ પાસે પૂણેશ્ર્વર મંદિર વાળો રસ્તો એક માસ એકમાર્ગીય

  • November 27, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 27 થી તા. 26 ડીસેમ્બર સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે


જામનગર મહાપાલિકાની હદમાં આવતાં ધુંવાવ ગામ પાસે જામનગર-રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂણેશ્ર્વર મંદિરથી ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ શીપીંગ એન્ડ વોટર વર્કસના માસ્ટર ક્ધટ્રોલ સ્ટેશનના ગેઇટ સુધી રાજકોટથી જામનગર આવતાં રસ્તામાં મઘ્ય રેખા પર રોડ ડીવાઇડરની દક્ષીણ દીશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઇપલાઇન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગપે અને અકસ્માત નિવારવાના હેતુથી તા.27 નવેમ્બરથી તા.26 ડીસેમ્બર સુધી એક મહીનો તમામ વાહન વ્‌યવહાર માટે રસ્તો બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.


મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ બહાર પાડેલી નોટીસમાં જણાવ્યું છે કે, ધુંવાવ પાસે જામનગર-રાજકોટ મુખ્ય રસ્તા પાસે આવેલા પૂણેશ્ર્વર મહાદેવના મંદિરથી માસ્ટર ક્ધટ્રોલ સ્ટેશનના ગેઇટ સુધી રાજકોટથી જામનગર આવતા રસ્તાની મઘ્ય રેખા પરના રોડ ડીવાઇડરની દક્ષીણ દીશા તરફનો રસ્તો બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ધુંવાવ ગામ પાસે જામનગર-રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂણેશ્ર્વર મહાદેવના મંદિરથી માસ્ટર ક્ધટ્રોલ સ્ટેશનના ગેઇટ સુધી ઉત્તર દીશા તરફનો રસ્તો પરીવહન માટે ખુલ્લો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application