ગૃહ મંત્રાલય, રાજભાષા વિભાગની સૂચના અનુસાર આયોજિત નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ, ભાવનગરની અર્ધવાર્ષિક બેઠક તા.૦૯-૦૫ને શુક્રવાર ના રોજ પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના મંડળ કાર્યાલયના સભા ખંડમાં ચેરમેન-નરાકાસ (નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ) અને મંડળ રેલ પ્રબંધક રવીશ કુમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં ભાવનગર શહેરમાં સ્થિત કેન્દ્ર સરકારની કચેરીઓના વડાઓ, રાજભાષા અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં, તમામ સદસ્ય કાર્યાલયોમાં થઈ રહેલી સત્તાવાર ભાષા હિન્દીના પ્રચાર અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષે ઉપસ્થિત સભ્યોને તેમના સંબંધિત કાર્યાલયોમાં સત્તાવાર ભાષા હિન્દીમાં શક્ય તેટલું કામ કરવા આગ્રહ કર્યો, અને ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે જાહેર કરાયેલ વાર્ષિક કાર્યક્રમમાં આપેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર પણ ભાર મૂક્યો હતો. એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્માએ પણ તમામ સભ્યોને બંધારણીય જવાબદારીઓ નિભાવતી વખતે રાજભાષા હિન્દીમાં મહત્તમ કાર્ય કરવા વિનંતી કરી અને મહત્વપૂર્ણ બાબતોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગંભીરતાથી ધ્યાન આપવા વિનંતી કરી હતી. અંતમાં, સચિવ રામપ્રીત મૌર્યએ ચેરમેન, અમરેપ્ર અને તમામ સભ્યોનો બેઠકમાં હાજરી આપવા અને દરેકને મૂલ્યવાન માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો. આ બેઠકનું સંચાલન વરિષ્ઠ અનુવાદક પરેશ બી. મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech