શહેરના ભગવતીપરાના જય પ્રકાશનગરમાં રહેતા યુવકે બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી લેતા સારવાર માટે ખસેડવામા આવ્યો છે. યુવકએ પોતાના મિત્રને નાણાની જરૂરીયાત ઉભી થતા બીજા પાસેથી વ્યાજે લઇ આપ્યા હતા અને મિત્રએ એ પૈસા પણ ન ચૂકવી યુવકનું સ્કૂટર ગીરવી મૂકી પૈસા હજમ કરી જતા કંટાળી પગલું ભરી લીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતો અને કડિયાકામની મજૂરી કરતો જયેશ કાનાભાઇ દાફડા (ઉ.વ.૨૯) નામના યુવાને રાત્રીના નવેક વાગ્યે ઘરે બાથરૂમ સાફ કરવાનું લિક્વીડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
જયેશના સગાના કહેવા મુજબ જયેશે થોડા સમય પહેલા તેના મિત્ર કાળીયાને રિક્ષા લેવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે જયેશ પાસે માગ્યા હતા પરંતુ જયેશ પાસે આટલા પૈસા ન હોવાથી તેણે મોટા મવાના શખ્સ પાસેથી ૩૦ હજાર વ્યાજે લઈ મિત્રને અપાવ્યા હતાં. પણ બાદમાં મિત્ર કાળીયો વ્યાજ ભરતો ન હોઇ ઉઘરાણી થતાં બીજા પાસેથી પૈસા લઈને જયેશે વ્યાજે લીધેલા પૈસા ચૂકવ્યા હતા બાદમાં કાળિયા પાસેથી પૈસાની ઉઘરાણી કરતા મિત્રએ પોતાની પાસે હાલમાં પૈસા નથી તું તારુ એક્ટીવા દે તો તેના પર રકમ લઇ આપુ તેમ કહી જયેશનું એક્ટીવા લઇ જઇ ગીરવે મુકી તેમાં મળેલા પૈસા પણ ખાઈ ગયો હતો. આથી એક્ટિવા અને અગાઉના પૈસા પણ આપતો ન હોવાથી ટેન્સનમાં આવી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech