પ્રેમસબંધમાં બંને ભાગી ગયા બાદ સમાધાન થયું : મનમાં લાગી આવતા પગલુ ભર્યુ
શેઠવડાળા પંથકના સીદપરા વાડી વિસ્તારમાં દેવીપુજક યુવાને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી છે, અગાઉ પ્રેમસબંધના કારણે બંને ભાગી ગયા હતા અને ત્યારબાદ જ્ઞાતી લેવલે સમાધાન થઇ ગયુ હતું એ પછી યુવાનને મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ પોલીસ ચોપડે જાહેર થયું છે.
ખંભાળીયા તાલુકાના મોવાણા ગામમાં રહેતા હરસુખ વાલજીભાઇ સાડમીયા (ઉ.વ.૨૨) નામના દેવીપુજક યુવાનને તેમના કુટુંબી નાતીલાની પુત્રી સાથે પ્રેમસબંધ હોય જેથી બંને ભાગી ગયા હતા, ત્યારબાદ પરત આવી જતા તેમના જ્ઞાતીના આગેવાનો દ્વારા તેમજ ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું.
બંને પોતાના માતા-પિતાના ઘરે રાજીખુશીથી રહેવા સહમત થયેલ હોય દરમ્યાન આ વાતનું મનમાં લાગી આવતા પોતાની મેળે ગત તા. ૧૪ના સમય દરમ્યાન જામજોધપુરના સિંદપરા વાડી પાસે ઝાડની ડાળીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇને હરસુખભાઇએ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોવાણા ગામના વેરશી વાલજીભાઇ સાડમીયાએ શેઠવડાળા પોલીસમાં ગઇકાલે જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech