દ્વારકામાં ગોમતી ઘાટ પાસેથી યુવાનોનો આઈફોન ચોરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાંથી કોઇ તસ્કરો ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે દ્વારકામાં ગોમતી ઘાટ પાસેથી એક યુવાનનો આઈફોન ચોરાયો હોવાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાંથી ગત તા. 4 નવેમ્બરથી 14 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો પીજીવીસીએલના જમીનમાં નાખવાના 150 સ્ક્વેર એમ.એમ. કોપર વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં રૂપિયા 60,000 ની કિંમતના 40 મીટર વાયરની ચોરી થતા આ અંગે મૂળ અરવલ્લી જિલ્લાના રહીશ અને હાલ ઓખામાં પીજીવીસીએલ વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ ધર્માજી ખરડી દ્વારા બેટ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તેમજ ભાટિયામાં રહેતા વિવેક જયંતીલાલ દાવડા નામના 22 વર્ષના યુવાન દ્વારકામાં આવ્યા હતા ત્યારે ગોમતીઘાટ પાસે આવેલી એક ધર્મશાળા નજીક કોઈ અજાણ્યા ગઠિયાઓ રૂ. 1.40 લાખની કિંમતનો આઈફોન 14 સેરવી ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech