આજે ઓપરેશન સિંદૂરનો ચોથો દિવસ છે. આતંકવાદ સામે ભારતના બદલો લેવાથી ગભરાયેલો પાકિસ્તાન તેની નાપાક પ્રવૃત્તિઓથી પાછળ હટતો નથી. ખાસ કરીને પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાત્કાલિક અસરથી આજે બ્લેકઆઉટ જાહેર કર્યું છે. સાંજે 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી દ્વારકામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવામાં આવશે. આવું SMD અનમોલ આવટેએ જણાવ્યું છે.
દ્વારકા મંદિરમાં સાંજના 7 વાગ્યા પછી નો-એન્ટ્રી
અનમોલ આવટેએ વધુમાં જણાવ્યું છે કે, સાંજે 7 વાગ્યા પછી મંદિરો બંધ રહેશે. મોટા ઔદ્યોગિક એકમો બંધ રહેશે અને હોટલો અને લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળશે નહીં. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. દ્વારકા ઓખા વિસ્તારને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે કારણ કે તે પાકિસ્તાનના કરાચી બંદરથી સીધો રડાર પર આવે છે. જગત મંદિરમાં સાંજના 7 વાગ્યા બાદ જા કરવા અને લોકોને મંદિરમાં પ્રવેશ પર મનાઈ ફરમાવી છે.
જગત મંદિરના દરવાજા બંધ કરી પૂજા કરવા પૂજારીને સૂચના
પૂજારીને મંદિરના પૂજારીને સૂચના આપવામાં આવી છે કે, મંદિરની પૂજા મંદિરના દરવાજા બંધ કરીને કરવી, 7 વાગ્યા પછી નગરપાલિકાને સ્ટ્રીટલાઈટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. સાંજના 7 વાગ્યા પછી ધંધા-રોજગાર પણ બંધ રાખવાની વેપારીઓની સૂચના આપવામાં આવી છે. તહેવાર અને ઉજવણી બીજો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech