પોરબંદર શહેરમાં જીવદયા ક્ષેત્રે અગ્રેસર સંસ્થા શ્રી ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં એવું જાહેર કરવામાં આવ્યુ હતુ કે પોરબંદર શહેરમાં હજુ અનેક જગ્યાએ મુંગા જીવો સાથે અત્યાચાર થઇ રહ્યો છે.
શ્ર્વાન, ડૂકકરથી માંડીને ગૌધનને પણ ક્રૂરતાપૂર્વક પકડવામાં આવે છે તેથી કોઇપણ વ્યક્તિ સરકારીતંત્ર નિયમ વિધ્ધ આવુ કરતુ હોય તો તેનો વીડિયો ઉતારીને સંસ્થા સુધી પહોંચાડી દેવામાં આવે તો મુંગા જીવો ઉપર અત્યાચાર ગુજારનારાને કાયદાનો પાઠ ભણાવી શકાશે. તેમ જાહેર થયુ હતુ.
પોરબંદર શહેર અને જિલ્લામાં વર્ષોથી દિવસ-રાત જોયા વગર અને સંપૂર્ણપણે વિનામૂલ્યે શેરી-ગલીના જીવોની સારવાર કરતી સંસ્થા શ્રી ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની અગત્યની બેઠક સંસ્થાના પ્રમુખ ડો. નેહલબેન કારાવદરાના નેતૃત્વમાં રાણીબાગ ખાતે યોજાઇ હતી જેમાં ખરા અર્થમાં જીવદયા માટે પ્રવૃત્તિ કરતા શહેર અને જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ડો. નેહલબેન કારાવદરાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે નિ:શુલ્ક રીતે તેમની સંસ્થા દરેક પ્રકારના જીવોને નવુ જીવન આપવા અને મદદપ બનવા કાર્યરત છે.
તેમાં ઘણીવખત લોકોથી માંડીને સરકારી તંત્ર સાથે સંઘર્ષ થતો હોય છે ત્યારે ખાસ અપીલ એ કરી હતી કે કયાંયપણ કોઇ શ્ર્વાન, ગૌધન અથવા ડૂક્કર ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય, ગેરકાયદેસર રીતે તેમને પકડવામાં આવતા હોય કે મારવામાં આવતા હોય તે વખતે તેનો વીડિયો ઉતારી લેવો જોઇએ. અને કોઇપણ વ્યક્તિ વીડિયો ઉતારવાની ના પાડી શકે નહીં. કાયદો તોડયા વગર તેનો વીડિયો ઉતારીને જે-તે જવાબદાર તંત્ર અથવા વ્યક્તિગત રીતે પણ તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ થઇ શકે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
એટલું જ નહી પરંતુ પ્રાણીઓ ઉપર અત્યાચાર કરનારા અનેક શખ્શોને અત્યાર સુધીમાં એનિમલ વેલ્ફેર બોર્ડની મદદથી અને પોલીસના સહયોગથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે જીવદયાનું કામ કરતા લોકો નિર્ભયતાથી આવા શખ્શો સામે સંગઠિત બનીને વધુ ઉમંગ-ઉત્સાહ સાથે કામ કરશે તેવું આ બેઠકમાં નકકી થયુ હતુ અને વધુ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવા કોલ અપાયો હતો.
આ બેઠકમાં પોરબંદર શહેર ઉપરાંત જિલ્લાભરના જીવદયાપ્રેમીઓ, મહિલાઓ, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સંસ્થા સાથે જોડાઇને મુંગા જીવો માટે સેવાપ્રવૃત્તિ કરવા ઇચ્છતા લોકો ડો. નેહલબેન કારાવદરાના મો. ૯૮૨૫૯ ૧૯૧૯૧ ઉપર સંપર્ક સાધે તેવી યાદી પાઠવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech