પોરબંદર જિલ્લામાં હજારો ‚પિયાનો દેશી-વિદેશી દા‚ મળ્યો

  • May 19, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેર અને જિલ્લામાં મોટી માત્રામાં દેશી-વિદેશી દા‚ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
વિદેશી દા‚ સબબ કાર્યવાહી
મૂળ માધવપુરના ૬૬ કે.વી. પાસે વાડીવિસ્તારમાં રહેતા દિલીપ ઉર્ફે દલો હરદાસ ડાભીને ૩૮૦ ‚ાના વિદેશી દા‚ના બે ચપટા સાથે માધવપુરના હેલીપેડ પાસેથી પકડી લેવાયો છે. દેવડા ગામની હનુમાન સોસાયટીમાં રહેતા સાવન નારણ વાડાને ૧૨૦૦ ‚ા.ની વિદેશી દા‚ની એક બોટલ સાથે જુનાવાસના નાકેથી પકડી લેવાયો છે. 
દેશી દા‚ના દરોડા
બગવદરના જીતેન્દ્ર રાજા ઓડેદરાને ૧૦૦૦ ‚ા.ના દા‚ સાથે, બોખીરાના બસ સ્ટેશન પાસે રહેતા મોહન ડાયા વાઘેલાને ૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી પાડયા છે.  બોખીરા-તુંબડાના જગદીશ ઉર્ફે જગલી રામજી બળેજાને ૧૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધો હતો. ખાપટના રાતડામાં આવેલી કર્મચારી સોસાયટીમાં લલિતનગર ખાતે રહેતા દિવ્યાબેન અશોક ઓડેદરાના ઘરેથી ૧૦૦૦ ‚ા.નો દા‚ મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. રાણાવાવના ગોપાલપરામાં રહેતા રાજુ લાખા કેશવાલાની ગેરહાજરીમાં ૧૪૦૦ ‚ા.નો દા‚ કબ્જે થયો છે. મોઢવાડાના વિજય છગન પાંડાવદરાને ૧૨૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધો છે. દેગામના વણકરવાસમાં રહેતા શૈલેષ જીતુ ખરાની ગેરહાજરીમાં તેની ઓસરીમાંથી ૨૮૦૦ ‚ા.નો દા‚ કબ્જે થયો છે. ભેટકડીની સીમમાં રહેતા રાજુ સવદાસ કુછડીયાને ૧૦૦૦ ‚ા.ના દા‚ સાથે બગવદર-મોઢવાડા રોડ પરથી પકડી લેવાયો છે. નવાગામના વણકરવાસમાં રહેતા પ્રવીણ ઉર્ફે લાલો પોલાભાઇ વાઘને ૬૦૦ ‚ા.ના દા‚ સાથે અને મીયાણીના નાગા કેશવ જમોડને ૧૦૦૦ ‚ા.ના દા‚ સાથે પકડી લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application