બંધ ફાટક નીચેથી બાઈક પસાર કરી ગેટમેનની ફરજમાં રુકાવટ કરનાર ત્રણ ઝડપાયા

  • May 19, 2025 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 પાલીતાણા - સિહોર રેલવે સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ ૧૬/સી પર ગેટમેન ફરજ પર હતો. તેમની ફરજ દરમિયાન, પેસેન્જર ટ્રેન નં. ૫૯૨૬૯ ના પસાર થવા માટે ઉપરોક્ત ગેટ બંધ કરવામાં આવ્યો હતો. સમય લગભગ ૧૯.૨૫ વાગ્યે, હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક પર સવાર ત્રણ શખ્સોએ  ગેટમેનને ગેટ ખોલવા માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું . ગેટમેને તેમને સમજાવ્યું કે થોડા સમય પછી એક પેસેન્જર ગાડી આવી રહી છે, અને તે પસાર થાય પછી તે ગેટ ખોલશે. આથી ત્રણેય બાઇક સવારો ગુસ્સે થઈ તેને ગાળો આપવા લાગ્યા અને બંધ ગેટ નીચેથી તેમની બાઇક બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આથી પર ગેટમેને તેને સમજાવ્યું કે ગાડી આવવાનો સમય થઈ ગયો છે અને જો તમે બંધ ફાટક નીચેથી તમારી બાઇક બહાર કાઢશો તો તમારી બાઇક સામે આવતી ગાડી સાથે અથડાઈ જશે જેનાથી અકસ્માત થશે અને ગાડીમાં મુસાફરી કરતા મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે, તેથી બાઇક નીચેથી બહાર કાઢશો નહીં. 
પરંતુ તેણે જાણી જોઈને બંધ ફાટક નીચેથી બાઇક બહાર કાઢી, પૂર્વ તરફ પાર્ક કરી અને ગાળો બોલતો પોતાના ડ્યુટી રૂમ તરફ પાછો આવ્યો અને ગેટમેન સાથે ઝઘડો કરવા લાગ્યો અને તેને તેના ફરજના કામમાં અવરોધ ઉભો કરવા લાગ્યો. જ્યારે ગેટ પર ઉભેલા કેટલાક લોકોએ બચાવ કર્યો, ત્યારે ત્રણેય શખ્સો  તેમની બાઇક લઈને કનાડ ગામ તરફ ભાગી ગયા હતા. ગેટમેને ઘટના અંગે સિહોર પોલીસ અને આરપીએફ કંટ્રોલને જાણ કરતા ઘટનાની માહિતી મળતાં, ભાવનગર ટર્મિનસના ઇન્સ્પેક્ટર આરપીએફએ સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ડી. જાડેજા ને જાણ કરી અને તેના સાથે સંકલન કર્યું અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે છઙઋ ભાવનગર ટર્મિનસ સ્ટાફ સાથે અજઈં મુકેશ કુમાર મીણાને જરૂરી સૂચનાઓ આપી હતી.
સિહોર પોલીસ  અને આરપીએફ ભાવનગર ટર્મિનસના પ્રયાસોથી, ત્રણ આરોપીઓ  ગોહિલ બ્રિજરાજ સિંહ ધર્મેન્દ્ર સિંહ, (ઉ.વ. ૨૯ વ્યવસાય- દુકાનદાર, રહેવાસી- ગામ દરબારગઢ કનાડ), ગોહિલ શિવરાજ સિંહ ભુરુભા, (ઉ. વ.૨૮, વ્યવસાય- ખેતી, રહેવાસી- ગામ નવી પોસ્ટ ઓફિસ, કનાડ) અને   ગોહિલ ક્ષત્રપાલ સિંહ વનરાજ સિંહ, ઉ.વ.૨૩, વ્યવસાય- મજૂર, રહેવાસી- ગામ નવી પોસ્ટ ઓફિસ, કનાડ)ની ધરપકડ કરવામાં આવી હતી.
ફરજ પરના ગેટમેનની ફરજમાં અવરોધ ઊભો કરીને અને ગેટમેન દ્વારા સમજાવ્યા પછી પણ, પેસેન્જર ગાડી અવરજવર માટે બંધ કરાયેલા ઉપરોક્ત ફાટક નીચેથી બાઇક કાઢતી વખતે રેલવે અકસ્માત થવાની સંભાવના હતી, જેના કારણે રેલવે મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. તેથી, મામલો અત્યંત ગંભીર હોવાથી, વરિષ્ઠ અધિકારીઓએ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. જેના આધારે સિહોર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને છઙઋ/ભાવનગર ટર્મિનસ દ્વારા રેલવે એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાવનગર ટર્મિનસના છઙઋ ઇન્સ્પેક્ટર કપિલ ચૌહાણે જણાવ્યું હતું કે ફરજ પરના ગેટમેન સાથેની આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે. જેના કારણે રેલવે અકસ્માત થવાની શક્યતા હતી, જેના કારણે રેલવે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત. વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપરોક્ત ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 
આ કેસમાં ત્રણેય આરોપીઓ સામે અસરકારક કાનૂની કાર્યવાહી કરીને, આવા ગુનેગાર તત્વોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં, જો આવા ગેરકાયદેસર કૃત્યો રેલવે મુસાફરોના જીવનને જોખમમાં મૂકે છે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application