ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડીની બાજુમાંથી પોલીસે રાત્રિના સમયે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા દુદા હાજા ટોયટા, કિરીટ કાનજીભાઈ મોકરીયા અને ખીમજી કારાભાઈ જોશીને ઝડપી લઈ, કુલ રૂપિયા 10,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મીઠાપુરમાં સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્સની તલાશ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી, ફોસલાવીને તેણીના પરિવારજનોના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મીઠાપુરની ટાઉનશિપમાં દુકાનમાં તસ્કરોનો હાથફેરો
મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા દેવશીભાઈ હીરાભાઈ બગડા નામના 55 વર્ષના વેપારીની ટાટા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી દીપક લોન્ડ્રી નામની દુકાનમાંથી કોઈ તસ્કરો સામાન તથા કપડાં અને રૂપિયા 12,000 ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 30,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMજામનગર શહેરમા મહાનગર પલિકા દ્વારા મેગા ડિમોલેશન
May 21, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech