જામનગર માં બાલાજી પાર્ક વિસ્તારમાં યોગેશ્વર ભગવાનના મંદિર પાસેથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલાઓની એલસીબી ની ટીમે અટકાયત કરી લીધી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં જાહેરમાં મંદિર પાસે કેટલીક મહિલાઓ એકત્ર થઈને જુગાર રમી રહી છે, તેવી માહિતીના આધારે દરોડો પાડયો હતો, અને ગંજીપાનાનો જુગાર રમી રહેલી ચંદુબા ભુપતસિંહ ઝાલા, રેશમાબેન કાસમભાઈ સંધિ, અને લક્ષ્મીબેન આલાભાઇ માતંગની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ૧૭,૦૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
***
વાડીનાર વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: એક ફરાર
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે ખેતરમાં આવેલી બાવળની ઝાળીમાં બેસીને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા જાવેદ ઉર્ફે જાવલો ફકીરમામદ ચમડીયા, હુસેન જુનસ સુંભણીયા, દાઉદ તાલબ ભાયા, અલ્તાફ અસગર સુંભણીયા અને મીજાન અસગર સુંભણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૨,૯૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વાડીનાર વિસ્તારનો ઈબ્રાહીમ ઉમર ભાયા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech