વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વપ્નને આગળ વધારવા માટે ઘર ઘર તિરંગા અભિયાન અભિયાન અંતર્ગત તા. 13/08/2024ના રોજ મીઠાપુર પો. સ્ટે વિસ્તારના ભીમરાણા ગામ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમ માં પોલીસ કર્મચારીઓ તથા ,જી. આર. ડી./એસ. આર. ડી. સભ્યો હજાર રહ્યા હતા. તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હતા.ભીમરાણાના ગલી રોડ, રસ્તા, ચોક રાષ્ટ્રીય ભક્તિ મય બન્યા હતા. તથા વંદે માતરમ, ભારત માતા કી જય તથા ઇનકલાબ જિંદાબાદના નારા લાગ્યા હતા.તે ઉપરાંત રેલી પૂર્ણ થયા બાદ પોલીસ ટીમ દ્વારા લોકદરબારનું આયોજન પણ કરવામાં આવેલ.તે લોક દરબારમાં લોકોને ૭૮માં સ્વતંત્રતા દિવસની મહત્વતા સમજાવી તથા લોકોના પ્રશ્નોનો ઉકેલો લાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech