માણાવદરમાં મા ઉમા–ખોડલ નવરાત્રીમાં બાળાઓ દ્રારા પ્રાચીન રાસની રમઝટ

  • October 16, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરના મીતડી રોડ સ્થિત એન.જી. મિલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્રારા આયોજિત માં ઉમા–ખોડલ નવરાત્રી મહોત્સવ ભારે શ્રદ્ધા, ભકિતભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે.
આ નવરાત્રી મહોત્સવ દરમિયાન પરંપરાગત પરિધાનમાં સ થઈને આવેલી નાની–નાની બાળાઓએ પ્રાચીન ગરબો માયે ગરબો કોરાવ્યો ગગન ગોખમાંરે... રજૂ કર્યેા હતો. બાળાઓના તાલબદ્ધ સ્ટેપ્સ અને ભાવપૂર્ણ પ્રસ્તુતિ જોઈ સમગ્ર પરિસર ગુંજી ઊઠું હતું. બાળાઓના આ અદભૂત પ્રાચીન ગરબાએ ઉપસ્થિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા અને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.
 માણાવદરના અગ્રણી ઉધોગપતિ રાજુભાઈ ઝાટકીયા તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળાઓની કલાને બિરદાવી હતી અને સંસ્કૃતિને જીવતં રાખતા આ ભવ્ય આયોજન બદલ સમસ્ત પાટીદાર સમાજના કાર્યકરો તથા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application