ગ્રામ્યના એસડીએમની નિમણુંક: ડીએસઓ, ડેપ્યુટી ડીડીઓ તથા નાયબ કલેકટરોની બદલી: ચાર જગ્યા ઉપર હવે નિમણુંક થશે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓની ફેર બદલીઓનો દોર હાથ ધર્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ૫૦ જેટલા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને બદલી કરવામાં આવી છે, જેમાં હાલરના બન્ને જિલ્લાના પાંચ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
જામનગરના ડે. ડી.ડી.ઓ. હર્ષવર્ધન જાડેજાની અમરેલી જિલ્લાના ધારીના પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે જામનગરના ડી.એસ.ઓ. કુમારી અવની એ. હરણની અમદાવાદના સ્પીપા પ્લાનિંગમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી ધાર્મિક વી. ડોબરિયાની જામનગરથી હળવદ પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઇ છે. તેના સ્થાને બ્રિજેશ કાલરીયાની નિમણુંક કરાઇ છે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેક્ટર કુમારી ગ્રીષ્મા બી. રાઠવાની જામનગરથી જસદણ પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ- દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેકટર ડો. ભાર્ગવ ડાંગરની વડોદરામાં પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. આમ ચૂંટણી પહેલા સરકારે બદલીનો ગંજીપો ચીપ્યો છે, એકાદ અઠવાડીયામાં અધિક કલેકટરોની પણ બદલી થશે તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMરાજકોટમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો,SOG પોલીસની કાર્યવાહી
May 04, 2025 03:38 PMભારતે આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો , હવે બગલીહાર ડેમમાંથી ચિનાબનું પાણી બંધ કર્યું
May 04, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech