કાલાવડ ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

  • April 15, 2025 10:57 AM 
  

૧૪ એપ્રિલ એટલે કે વર્ષ.૧૯૪૪ મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ પર કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબુમાં લેવા જતા ૬૬ ફાયર જવાનો શહીદ થયા હતા તેના ભાગરૂપે કાલાવડ ફાયર બ્રિગેડ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

તેમના બલિદાનના સન્માનમાં યાદ કરવામાં આવતા આ દિવસને રાષ્ટીય અગ્નિશમન સેવા દિવસ તરીકે યાદ કરીને આપણા ડીવીજનલ ફાયર સ્ટેશન કાલાવડમાં શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તેમાં રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારબાદ  ફાયરના વીર જવાનોના સાહસ તેમના બલિદાનને બિરદાવવા તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમાં માનનીય ધારાસભ્ય સાહેબ મેઘજીભાઈ ચાવડા , તથા રાજકોટ ઝોન રીજીયોનલ ફાયર ઓફિસર રાહુલ કુમાર ચૌધરી સાહેબ ,પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસુભાઈ વોરા, તથા કાલાવડ નગરપલિકા પ્રમુખ  રંજનબેન, કાલાવડ ટાઊન પોલીસ ના અધિકારીઓ તથા યુવા મોરચા પ્રમુખ મિત ફળદુ 
તેમજ  કાલાવડ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application