સલાયા ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ રંગે-ચંગે ઉજવાયો

  • November 14, 2024 10:59 AM 

ખંભાળિયા તાલુકાના સલાયા ગામના ગ્રામ દેવતા શ્રી માધવરાય મંદિરે અગિયારસના રોજ ઠાકોરજી સાથે તુલસીજીના વિવાહનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.


ખંભાળિયા નજીક આવેલા સલાયા ગામની મધ્યે આવેલા ગ્રામ દેવતા શ્રી માધવરાય મંદિરે તાજેતરમાં દેવઉઠી અગિયારસના રોજ ઠાકોરજી સંગે તુલસીજીના વિવાહ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે લાલજી મંદિરેથી વાજતે ગાજતે જાન માધવરાય મંદિરે ધામધૂમપૂર્વક આવી હતી. ત્યાર બાદ માધવરાય મંદિરનાં મુખ્યાજી શાસ્ત્રી શ્યામભાઈ દવે તેમજ શાસ્ત્રી રાજુભાઇ રિસ્કાએ પૂજા-અર્ચના કરાવી હતી.

આ આયોજનમાં સલાયા રઘુવંશી સમાજ અગ્રણી લાલજીભાઈ ભૂવા તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને ઠાકોરજીના લગ્ન વિધિમાં ધર્મલાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application