જામનગરમાં ઓનલાઈન ગેમિંગથી બેંક ખાતામાં લેવડ દેવડ કરતા બે શખ્સો ઝડપાયા

  • May 16, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯ લાખની રોકડ સાથે સાયબર ક્રાઇમની ટીમે અટકમાં લીધા

સાયબર ફ્રોડ, ઓનલાઇન ગેમીંગથી બેન્ક એકાઉન્ટમા થતી ગેરકારદેસર નાણાની લેવડ દેવડ કરી રૂપીયાની હેરફેર કરતા રોકડા ૯,૦૦,૦૦૦ સાથે બે આરોપીઓને જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી લીધા છે.

સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગથી બેન્ક એકાઉન્ટમાં મોટી રકમની ગેરકાયદે લેવડ દેવડ કરવામાં આવે છે. અગાઉ સાયબર ક્રાઇમમાં ના પોર્ટલમાં કેટલી ફરિયાદ અરજી ઓ પણ મળી હતી.જે  બાતમી ના આધારે જામનગર  પોલીસ ની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા  તપાસ શરૂ કરવામાં આવી હતી. 

પૂર્વ બાતમીના આધારે જામનગરમાં સજુબા સ્કૂલ વિસ્તારની બેંકમાં લેવડદેવડ કરવા આવેલા રાજકોટના રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે ક્રિષ્ના કોનાર્ક એપાર્ટમેન્ટ બી-૨૦૫ ખાતે રહેતા ભદ્રેશભાઇ નરેશકુમાર વિપાણી અને જામનગરના રામેશ્ર્વરનગર મધુવનપાર્ક શેરી નં. ૧માં રહેતા હર્ષીલ ઉર્ફે મોન્ટી રમેશભાઇ મુંજપરાને જામનગર ની સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓના કબ્જા માંથી નવ લાખની રોકડ રકમ પણ કબજે કરી હતી. 

બંને શખ્સોએ ‚પીયા બાબતે સંતોષકારક જવાબ આપેલ નહી કે કોઇ પુરાવા રજુ નહી કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા, સ્ટાફના ભગીરથસિંહ, કુલદીપસિંહ, પ્રણવભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application