સૌરાષ્ટ્રમાં દરિયાઈ વિસ્તારના સંરચક્ષત જીવોના અવશેષોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા અંગે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર સામે રાજકોટ પોલીસ કમિશનર,અને ડીસીપી ક્રાઈમ દ્વારા કરાયેલા આદેશના પગલે એસઓજી, બ્રાન્ચના પી.આઈ સહિતની ટીમ અગાઉ આજીડેમ ચોકડી નજીક બાબરાના કરીયાણા ગામના શખ્સને 49.80 લાખની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી લીધા બાદ સુરેન્દ્રનગર જિલ્લાની ત્રિપુટીને 2.96 કરોડની એમ્બર ગ્રીસ ઉલ્ટી સાથે પકડયા બાદ વધુ એક વખત અમદાવાદથી વહેલ માછલીની 4.20 લાખની ઉલટી વેચવા આવેલ બેલડીને ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ઝડપી આરોપીઓને ફોરેસ્ટ વિભાગને મુદ્દામાલ સાથે સોપ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર જા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચના અને એસીપી ક્રાઈમ બીબી બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી બ્રાન્ચના પી.આઈ એસએમ જાડેજાના નેજા હેઠળ પી.એસ.આઇ એમ વી જાડેજા અને ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી.
તે દરમિયાન હરદેવસિંહ જાડેજા અને અનુપસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીક શંકાસ્પદ હિલચાલ કરતા બે શખ્સોને અટકાવી પૂછપરછ હાથ ધરતા અને તલાસી લેતા તેની પાસેથી 46.20 લાખની કિંમતની 0.462 કિલોગ્રામ વહેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી જે વેચવા આવ્યાની કબુલાત આપી હતી.
જે અંગે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં પોતાનું નામ સુમિત શ્રીકાંતભાઈ ધૂમલ ઉમર 37 અમરાઈવાડી શિવાનંદ નગર અમદાવાદ અને મયુર મહેન્દ્રભાઈ ભાવસાર ઉંમર 19 રહે માધવ પાર્ક શેરી નંબર 2 એસપી રીંગ રોડ અમદાવાદ વાળાને ઝડપી આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ એફએસએલ અધિકારીને જાણકરી આપી પરીક્ષણ કરાવતા એમ્બરગ્રીસ હોવાનું ફલિત થતા ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યા હતા.
આ અંગેની કામગીરીમાં એસ ઓજી બ્રાન્ચના પીઆઇ એસ.એમ.જાડેજા પીએસઆઇ એમ વી જાડેજા, એએસઆઈ અરૂણભાઇ બામણીયા, હરપાલસિંહ,અમરદીપસિંહ, અનોપસિંહ, છત્રપલસિંહ, રોહિતસિંહ,રવિરાજ ધગલ, સહિતની ટીમ જોડાઈ હતી.
"સમુદ્રનો ખજાનો" તરતુ સોનુ ગણાતી વ્હેલ માછલીની ઉલટી
એમ્બર ગ્રીસ" એટલે વ્હેલ માછલીની ઉલ્ટી જેનો ઉપયોગ લક્ઝરીયસ કોસ્મેટિક્સ આઈટમો, પર્ફ્યુમ અને મેડિસનમાં ઉપયોગ લેવામાં આવે છે આ કિંમતી પદાર્થને “સમુદ્રનો ખજાનો’તેને ‘તરતું સોનું’ જેવા નામ આપવામાં આવ્યા છે. જેના માટે વ્હેલનો મોટાપાયે શિકાર કરવામાં આવે છે. જે ગેરકાનુની છે.એમ્બરગ્રીસ માત્ર સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ પ્રજાતિની માત્ર એક ટકા માછલીઓમાં આ પદાર્થ હોય છે. સમુદ્રમાં, માછલીઓ તીક્ષ્ણ ચાંચ અને શેલવાળા ઘણા જીવોને ખાય છે જેનાથી એમ્બરગ્રીસ આંતરિક ઇજાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ફોરેસ્ટમાં ગુનો નોંધાશે
રાજકોટમાં ઝડપાયેલ વ્હેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનું વેચાણ તે પ્રતિબંધિત હોવાનું અને તેની હેરાફેરી કરતા સોદાગરો સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ઝડપાયેલ એમ્બર ગ્રીસ ના પરીક્ષણ માટે ભારતમાં કલકત્તા અને દેહરાદુનમાં બે ફોરેન્સિક લેબ આવેલી છે ત્યાં તેનું પરીક્ષણ થાય છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ એફ.ઓ.આર મુજબ બન્ને આરોપીઓ સામે કાર્યવાહી કરવામા આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમશહુર બંગાળી અભિનેતા તમલ રોય ચૌધરીનું નિધન
March 10, 2026 02:17 PMમશહુર બંગાળી અભિનેતા તમલ રોય ચૌધરીનું નિધન
March 10, 2026 02:17 PMથલાપતિ વિજયની જન નાયગન રિલીઝ ફરી એકવાર મુલતવી
March 10, 2026 02:15 PMઅક્ષય કુમારની ભાગમ ભાગ 2' નું શૂટિંગ અટક્યું
March 10, 2026 02:13 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
