ભારત દેશમાં રામસર સાઇટ તરીકે જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણને મહત્વનું સ્થાન મળેલું છે, ત્યારે જામનગરનું પ્રકૃતિ પ્રેમીઓ અને બર્ડ વોચર માટેનું મહત્વનું એવું સ્થાન ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે તારીખ 6 અને 7 ફેબ્રુઆરી બે દિવસ માટે પક્ષી ગણતરીનો કાર્યક્રમ જામનગર મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા પક્ષી અભ્યારણ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
પક્ષી ગણતરી અંતર્ગત વન વિભાગના સીસીએફ મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ ડીસીએફ પ્રસાદરવિ રાધાક્રિષ્નનની દેખરેખ હેઠળ તેમજ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણના RFO દક્ષાબેન વઘાસિયા અને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ખીજડીયા પક્ષી અભ્યારણમાં 12 ઝોન બનાવી અને દરેક ઝોન વાઈસ એક ટીમની રચના કરી જેમાં ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ અને ગુજરાતભરમાંથી આવેલા બર્ડ વોચરોની ટીમો બનાવી કુલ 100 જેટલા સભ્યો અને પ્રકૃતિ પ્રેમીઓ હાલ પક્ષી ગણતરી અભિયાન હાથ ધરી રહ્યા છે.
મહત્વનું છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે દેશ વિદેશના પક્ષીઓ આવતા હોય ત્યારે આ વર્ષની પક્ષી ગણતરી દરમિયાન અનેક નવા પક્ષીઓની પ્રજાતિઓ પણ સામે આવી શકે છે.
જેની જાણકારી આજે સાંજ બાદ ખીજડીયા પક્ષી અભ્યારણ અને મરીનેશનલ પાર્કમાં અધિકારીઓ દ્વારા જાહેર પણ કરવામાં આવી શકે છે અને હાલ ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે પક્ષીઓની કેટલી પ્રજાતિઓ ઉપસ્થિત છે અને બર્ડ-વોચરો કેટલા પક્ષીઓને જોવા માટેનો આનંદ માણી શકશે તેનો પણ આંકડો સામે આવશે.
આ સેન્ચ્યુરીમાં ગત વર્ષે આ સેન્ચ્યુરીમાં ૨ લાખ ૮૯ હજાર જેટલી પક્ષી સંખ્યા અને અને વિવિધ ૨૯૦થી વધુ ભારતીય અને વિદેશી પક્ષી પ્રજાતિઓએ અહીં શિયાળો ગાળ્યો હતો. તેમ નોંધાયું હતું.
અહીં પક્ષીઓના પ્રાકૃતિક આવાસને કોઈ ખલેલન પહોંચે તે બાબતની જાળવણી વન વિભાગ માટે કેન્દ્ર સ્થાને છે.
જોકે જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે પક્ષી ગણતરી અભિયાન અંતર્ગત તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ મુલાકાતીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણ બંધ રાખવામાં આવ્યું હતું.
પરંતુ આ પક્ષી ગણતરી અભિયાન આજે સાંજે પૂર્ણ થયા બાદ તારીખ 8 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ મુલાકાતીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ખીજડીયા પક્ષી અભયારણની મુલાકાત પણ લઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
