જામનગર : જીએસટી કૌંભાડમાં જાણ બહાર આર્થિક વ્યહારો, વેપારીઓએ વ્યાજ-દંડ ભરવો જ પડશે!

  • October 10, 2025 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં જીએસટીના ૧૧૨ કરોડના ઐતિહાસક કૌંભાડનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ કૌંભાડમાં અમુક પેઢીના માલીકોએ તેઓની જાણ બહાર મુખ્ય સૂત્રધાર સીએએ આર્થિક વ્યવહારો કર્યાનું નિવેદન આપ્યું છે. બીજી બાજુ કૌંભાડના મુખ્ય સૂત્રધાર સીએ અલ્કેશ પેઢડીયા સામે પોલીસ ફરિયાદનો દૌર શરૂ થયો છે. ત્યારે જે વેપારી અને પેઢીમાં આ કૌંભાડમાં સંડોવાયેલા છે અને જેઓની જાણ બહાર સીએએ આર્થિક વ્યવહારો કર્યા છે તે તમામે વ્યાજ અને દંડ તો ભરવા જ પડશે તેમ કાયદાના જાણકારોએ જણાવ્યું છે. જીએસટી કાયદામાં કરચોરીમાં ૧૦૦ થી ૨૦૦ ટકા પેનલ્ટીની જોગવાઇ છે. ત્યારે કૌંભાડમાં સંડાવાયેલી પેઢીના માલીકોની દિવાળી બગડી તે નકકી છે.


જામનગરમાં જીએસટીનું રેકર્ડબ્રેક કૌંભાડ એન્ફોર્સમેન્ટ વિભાગે પકડી પાડયું છે. આટલું જ નહીં આ કૌંભાડ રાજયવ્યાપી હોવાનું સાત દિવસની તપાસના અંતે ખૂલ્યું છે. જેમાં આ કૌંભાડના માસ્ટર માઇન્ડ જામનગરના સીએ અલ્કેશ પેઢડીયાએ  રૂ.૫૬૦ કરોડના બોગસ બીલીંગ કરી ‚.૧૧૨ કરોડની કરચોરી કર્યાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મસમોટા કૌંભાડમાં જામનગર સહીત રાજયભરમાં ૨૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં અમુક પેઢીઓ દ્રારા સીએ અલ્કેશે તેઓની જાણ બહાર છેતરપીંડી કરી પેઢીના નામે આર્થિક વ્યવહારો કર્યા હોય પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કર્યાનું નિવેદનમાં જણાવ્યું છે. જયારે અમુક સંડોવાયેલી પેઢીએ વ્યાજ અને દંડ ભરવાની બાંયેધરી આપી છે. પરંતુુ કૌંભાડમાં યેનકેન પ્રકારે સંડાવાયેલી અને પોલીસ ફરિયાદ નોંધાવનાર તમામ પેઢીઓએ વ્યાજ અને દંડ તો ભરવા જ પડશે તેમ જીએસટી કાયદાના તજજ્ઞોએ જણાવ્યું છે. કાયદામાં ૧૦૦ થી ૨૦૦ ટકા પેનલ્ટીની જોગવાઇ છે.


 ત્યારે કરોડોનું કૌંભાડ હોય આ કૌંભાડમાં યેનકેન પ્રકારે સંડોવાયેલી પેઢીના માલીકોની દીવાળી બગડી તે નકકી છેે. વધુમાં કોઇ પણ બેંક ટ્રાન્જેકશન થાય તો પેઢીના માલીકોને જાણ ન હોય તે વાત પણ ગળે ઉતરતી નથી. કરાણ કે તજજ્ઞોના જણાવ્યાનુસાર કોઇ માલનું ખરીદ-વેંચાણ થાય અને તેના નાણા બેંક ખાતામાં જમા થાય તો છ મહીનાની અંદર તેને ફેરવવા પડે એટલે કે ટ્રાન્જેકશન કરવું પડે. તો બેંક ખાતામાં ટ્રાન્જેકશનની જાણ પેઢીના માલીકોને કેમ ન હોય તે સવાલ ચર્ચાની સાથે તપાસનો વિષય બન્યો છે. 


જામનગરની વધુ એક બ્રાસ પેઢીમાં સ્ટેટ જીએસટી ટીમના દરોડા 

જામનગરમાં જીએસટીના રેકર્ડબ્રેક કૌંભાડની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં શહેરના શંકરટેકરી ઉધોગનગર વિસ્તારમાં આવેલી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક જાણીતા ગ્રુપની બ્રાસ પેઢીમાં સ્ટેટ જીએસટી ટીમે દરોડા પાડયા છે. એગ્રો પેઢી કે જે સ્ક્રેપ આયાત-નિકાસનું કામ પણ કરે છે તેમાં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી દસ્તાવેજો તેમજ અન્ય સાહિત્ય કબ્જે કર્યાનું જીએસટી વિભાગના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે મસમોટા કૌંભાડને અનુલક્ષીને તો આ કાર્યવાહી  કરવામાં નથી આવી ને પણ ચર્ચાનો વિષય બન્યો છે. ​​​​​​​


કરચોરી સબબ રીકવરી રૂ. ૪૦૦ કરોડથી વધુ, વસૂલાત થશે કે કેમ તે સવાલ

સ્ટેટ જીએસટી વિભાગે જામનગર સહીત રાજયભરમાં ચાલતું કરચોરીનું કૌંભાડ પકડી પાડયું છે. જેમાં રૂ.૫૬૦ કરોડના બોગસ બીલીંગ કરી રૂ.૧૧૨ કરોડની કરચોરીનો પર્દાફાશ થયો છે. ત્યારે જીએસટી કાયદાના ટેકસ એવીએશનની સેકશન ૭૪ અને ચોરી પકડાઇ તો ૧૬(૨)(૧-સી) મુજબ ૧૦૦ થી ૨૦૦ ટકા પેનલ્ટીની જોગવાઇ છે. ત્યારે ૧૧૨ કરોડની કરચોરી ખૂલી છે ત્યારે વ્યાજ અને દંડ સહીત રૂ.૪૦૦ કરોડથી વધુની રીકવરી કરવાની થતી હોવાનું કાયદાના જાણકારોએ જણાવ્યું છે. ત્યારે આટલી મસમોટી વસૂલાત થશે કે કેમ તે એક સવાલ છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application