દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા

  • May 09, 2025 11:20 AM 


ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકામાં ગઈકાલે ગુરુવારે ભારે વરસાદી ઝાપટા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો.


ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બફારાભર્યા માહોલ વચ્ચે સાંજે છ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઘટાટોપ વરસાદી વાદળો છવાયા હતા. આ વચ્ચે વરસાદનું એક જોરદાર ઝાપટું અડધો કલાક સુધી વરસી જતા કુલ ૨૦ મી.મી. પાણી પડી ગયું હતું. વરસાદના પગલે થોડો સમય વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
​​​​​​​

આ સાથે ભાણવડ પંથકમાં પણ ગત સાંજે ૭ મી.મી. વરસાદ નોંધાયો છે. વરસાદી ઝાપટાના પગલે ખંભાળિયા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. વધુમાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવાર સુધીમાં ખંભાળિયામાં ૬૪, ભાણવડમાં ૫૦ અને કલ્યાણપુરમાં ૪૦ મી.મી. કુલ કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application