જામનગરમાં તપગચ્છ જૈન સંઘમાં ૧૮ દિવસના ઉપધાન તપના ૨૧ તપસ્વીઓનું સન્માન

  • November 10, 2025 05:30 PM 



પ.પૂ. પંયાન્સ પ્રવર ગીતાર્થ રત્ન વિજયજી મ.સા. પ.પૂ. હિતાર્થ રત્ન વિજયજી મ.સા. આદીથાણાની નિશ્રામાં ૨૧ ઉપધાનના તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું, ૭ મોક્ષમાળાના તપસ્વીઓ તેમજ ટોટલ ૬૨ આયંબીલના તપસ્વીઓએ ચાર મહિના પહેલા અલગ અલગ દિવસે આયંબીલ કરેલા ટોટલ ૩૫૭૩ આયંબીલ કરેલા કુલ ૧૬૯૪૬ કલાક પ્રવચનનો ૧૬૮થી વધુ આરાધકોએ લાભ લીધો હતો.


શેત્રુંજય સ્પેશીયલ કવિઝ, બાળ સંસ્કાર અને બાલબાલીકાઓની શિબિર કૌન બનેગા જ્ઞાનીનો કાર્યક્રમ સ્ક્રીન પર કરવામાં આવ્યો હતો, જામનગરમાં પ્રથમ વખત જ ભાઇઓ તેમજ બહેનો માટે ઉપાશ્રયમાં રાત્રીનું જાગરણ યોજાયુ હતું.

​​​​​​​


૧૮ દિવસ જૈન મુનીઓ અને સાઘ્વીઓની જેમ ઉપાધન તપ કર્યુ હતું, આ તપસ્વીઓના માનમાં ગઇકાલે સવારે ૯ વાગ્યે ચાંદીબજાર, જીપીઓ સામે આવેલ શેઠજી દેરાસર ખાતેથી તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ હતી જે ચાંદી બજારથી પરંપરાગત રૂટ પર ફરી હતી અને પુન: શેઠજી દેરાસર ખાતે વિરામ લીધો હતો. 


દેશ નહીં પરંતુ દુનીયાભરના તરૂણ યુવાનો સહિત તમામ વયજુથના લોકોને મોબાઇલ વ્યસનની સમસ્યા થઇ પડી છે, હવે તો નાના બાળકો તરૂણોને પણ માનસીક ડોકટરોની સારવાર લેવી પડી છે ત્યારે જૈન સમાજના ત‚ણવયના બે બહેનો અને પાંચ સાધકોએ ૧૮ દિવસ મોબાઇલ તો શું ઇલેકટ્રીસીટી સહિતની સુવિધાઓ ત્યાગીને જૈન મુનીઓ અને સાઘ્વીજી જેવી દિનચર્યા ધારણ કરીને ઉપધાત તપ પુર્ણ કર્યુ હતું, ત્યાર બાદ ગઇકાલે સંઘ દ્વારા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગુરૂ ભગવંતોએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા. આ તપસ્વીઓને સન્માનવાની માળ ઉષાબેન પારેખ, હરીશભાઇ મહેતા, નાનાલાલ દોશી સહિતના પરિવારોએ ધારણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News