ઉત્તરપ્રદેશ ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે

  • April 23, 2026 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ  પ્રથમ  જ્યોતિર્લિંગ સોમના મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાાને વર્તમાનમાં સોમના સ્વાભિમાન પર્વના અત્યંત હર્સોષોઉંલ્લાશ થી  ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશી ૧૦૦૦ થી  વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસન યેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમના ર્તી ખાતે આવી પહોંચી છે.સોમનાથ  ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું સોમના મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ ગોઠવવામાં આવી હતી. સોમના મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
આટલી વિશાળ સંખ્યામાં પધારેલા ભક્તોને ભગવાન સોમનાની સાયંકાળની આરતીના સુંદર દર્શન ઈ શકે તે હેતુી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ  સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. 
આરતી બાદ ભક્તોએ સોમના સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. સોમના મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર ઈ ગયા હતા.ભક્તોના આ આધ્યાત્મિક પ્રવાસને વધુ પવિત્ર અને યાદગાર બનાવવા સોમના ટ્રસ્ટ દ્વારા સૌને પ્રસાદ, લઘુયજ્ઞ કીટ અને સોમગંગા નિર્માલ્ય જળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
આ ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન ઉત્તરપ્રદેશના ભક્તો ભાલકા ર્તી, ભીડભંજન મહાદેવ, બાણગંગા, રામ મંદિર, ગોલોકધામ ર્તી, પ્રોમોનેડ વોક વે અને ત્રિવેણી સંગમ સહિતના પવિત્ર સનો પર દર્શર્નો જશે. સોમના ટ્રસ્ટ દ્વારા આ તમામ સનો પર ભક્તોને ઉત્તમ અને પ્રેમપૂર્ણ  આતિથ્ય પ્રદાન કરવા માટેની તમામ આનુસાંગિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application