મોટી હવેલીમાં વધાઇ કિર્તન...

  • November 28, 2024 12:03 PM 

જામનગરમાં મોટી હવેલીના પૂ.ગો.રસાદ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, તા.2 ડીસેમ્બર સુધી શ્રી મહાપ્રભુજીના નીધી એવમ ગદાધરદાસજીના સેવ્ય સ્વપ શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથના કાર્યક્રમો યોજાશે ત્યારે ગઇકાલે મોટી હવેલી ખાતે રાત્રે વધાઇ કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહાકાવી પ.પૂ.ગો.108 શ્રી હરીરાયજી મહારાજ, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી અને શ્રી પ્રેમાદ્રરાયજી સહિતના ગુજનો ઉપસ્થિત રહ્યા હતાં, સમીતીના મનમોહનભાઇ સોની સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઇ લાલ અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઇ પાબારી સહિત સમિતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આવતીકાલે હોટલ કલાતીત ખાતે રાત્રે 9:30 વાગ્‌યે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ યોજાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application