વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરી પુરસ્કૃત કરાયા
ખંભાળિયામાં સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે લોકોને પુસ્તકાલય તરફ આકર્ષવા અનોખા પ્રયાસના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને અન્વયે રવિવારે વિવિધ કેરમ, લુડો અને ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઇ, આ રમત રમવાનો આનંદ ઉઠાવ્યો હતો.
ડિજિટલ યુગ અને મોબાઈલ ક્રાંતિના લીધે લોકો આજકાલ વિવિધ ઇન્ડોર ગેમ્સથી દુર થઇ રહ્યા છે. ત્યારે લોકોમાં ઇન્ડોર ગેમ્સનો ઉત્સાહ જગાવવાની સાથે લોકો પુસ્તકાલયથી પણ પરિચિત થાય તેવા પ્રયત્નના ભાગરૂપે પુસ્તકાલય ખાતે જુદા જુદા પ્રકારની ઇન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં આ પુસ્તકાલય ખાતે યોજાયેલી ચિત્રકામ સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ નંબરે નિકુંજ કણઝારીયા, દ્વિતીય નંબરે ખુશ્બુ વાઘેલા તથા રંગોળી સ્પર્ધામાં જીયા મજીઠીયાને વિજેતા જાહેર કરી, રોકડ ઇનામો તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઇન્ડોર ગેમ્સમાં વિજેતા સ્પર્ધકોમાં જય નકુમ, મિત સાયાણી, યશ ધારાણી અને ફેનિલ સોમૈયાને પ્રમાણપત્ર તથા પુસ્તકાલયનું સભ્યપદ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.
આ તકે ખંભાળિયા પીજીવીસીએલ ડિવિઝનમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ભુપતભાઈ ટાંકને ઉર્જા વિભાગ દ્વારા યોજાયેલી ઓલ ઈન્ડિયા કેરમ ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરવા બદલ પુસ્તકાલયના ગ્રંથપાલ હિમંત ડાંગર દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઇન્ડોર ગેમ્સનું સંચાલન ગ્રંથાલયના વિનોદભાઈ વકાતર, અમિતભાઈ દવે તથા ખીમજીભાઈ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech