દ્વારકા ગુગળી બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
અયોધ્યા ખાતે ૨૨ જાન્યુ.ના રોજ ભગવાન શ્રીરામચંદ્રજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર વિશ્ર્માં થઈ રહી છે, ત્યારે દ્વારકા ગુગળી બ્રાહ્મણ શાંતિ મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ એકાદશી નિમિતેના વિષ્ણુ સહસ્ત્રના પાઠ, હરિનામ સંકીર્તન કર્યા બાદ સાંજે ૬:૩૦ વાગે બ્રહ્મપુરી નં.૧ પાસે આવેલ ધ્વજાજી પૂજન હોલમાં ભગવાન શ્રીરામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જેમાં રામલલ્લાનું પૂજન કરી મહા ભોગ પીરસ્યા બાદ આરતી કરી શ્રી રામ જય રામ જય જય રામ મંત્રના જય ધોષ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ગુગળી બ્રહમ જ્ઞાતિ કારોબારી, મધ્યસ્થસભા સલાહકાર સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવોના બાળકોએ શ્રીરામ, લક્ષ્મણ તેમજ જાનકીજીની ઝાંખીના દર્શન કરાવતી વેશભૂષા ધારણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુગળી જ્ઞાતિ દ્વારા પૂજન કરેલી મીઠાપુરના યજમાન યોગેશભાઈ ફલડીયાની ધ્જાજી અયોધ્યા ખાતે રામ મંદિરમાં પહોંચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application