તમિલનાડુમાં કોકડું ગૂંચવાયું: વિજય માત્ર ૧૧૬ ધારાસભ્યોની યાદી જ બતાવી શક્યા, કયા પક્ષોએ ટેકો આપ્યો છે?

  • May 09, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુમાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી ટીવીકે હાલ બહુમતનો આંકડો મેળવવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ વિજય રાજભવનમાં ગવર્નરને માત્ર ૧૧૬ ધારાસભ્યોની યાદી સોંપી શક્યા છે જે બહુમતથી બે બેઠક દૂર છે અને તેમાં પણ એક ધારાસભ્યના પક્ષે સમર્થનપત્ર ખોટું હોવાનું કહીને પોલીસ કેસ કર્યો છે. જોકે વિજયના પક્ષે તે ધારાસભ્ય સમર્થનપત્ર પર સહી કરતા હોય . શુક્રવારે મોડી રાત્રે તમિલનાડુમાં આ નાટક શરૂ થયું જ્યારે ટીવીકેના વડા વિજય શનિવારના રોજ શપથ લેવાના હતા. જોકે, વીસીકેએ છેલ્લી ઘડીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. પરિણામે, રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને સત્તાવાર શપથ ગ્રહણ જાહેરાતમાં વિલંબ કરવાની ફરજ પડી. દરમિયાન, સૂત્રો સૂચવે છે કે કોંગ્રેસ પાર્ટીએ તેના પાંચ ધારાસભ્યોને ચેન્નાઈથી બેંગલુરુ ખસેડ્યા છે.


વીસીકે પક્ષના ટીટીવી દિનાકરને આરોપ લગાવ્યો હતો છે કે ટીવીકેએ તેમના પક્ષના એકમાત્ર ધારાસભ્ય એસ. કામરાજના સમર્થનનો એક નકલી પત્ર રાજ્યપાલને સોંપ્યો છે. દિનાકરને આ મામલે ચેન્નાઈના ગુંડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને તેને જાલસાજી ગણાવી છે.


દિનાકરને દાવો કર્યો હતો કે તેમના ધારાસભ્ય કામરાજ ગાયબ હતા અને ટીવીકે દ્વારા તેમને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મોડી રાત્રે દિનાકરન પોતે ધારાસભ્ય કામરાજને સાથે લઈને રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલને અસલી સમર્થન પત્ર બતાવ્યું હતું, જેમાં તેમણે એઆઈએડીએમકેને ટેકો જાહેર કર્યો છે.


બીજી તરફ, વિજયની પાર્ટી ટીવીકેએ આ આરોપોને ફગાવતા ધારાસભ્ય એસ. કામરાજનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં કામરાજ પોતે વિજયને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નિર્ણય દિનાકરનની સંમતિથી લેવામાં આવ્યો છે. ટીવીકેએ સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈ પણ પ્રકારના નેગોશિયેશનની જરૂર નથી. હાલ આ મામલો પોલીસ તપાસ અને રાજકીય વિવાદો વચ્ચે ગુંચવાયેલો છે.


અહેવાલો અનુસાર, રાજ્યપાલ આર્લેકર હજુ પણ વીસીકેના સમર્થન પત્રની રાહ જોઈ રહ્યા છે. અગાઉ, વિજયે ત્રીજી વખત રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને ૧૧૬ ધારાસભ્યોના સમર્થન પત્ર સુપરત કર્યો. જોકે, સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીથી આ હજુ પણ બે ધારાસભ્યો ઓછા છે.


અગાઉ, એવા અહેવાલ હતા કે વીસીકે અને આઈયુએમએલએ ટીવીકેને પોતાનો ટેકો આપ્યો હતો, જેના કારણે વિજયના ગઠબંધનની સંખ્યા ૧૨૧ થઈ ગઈ હતી. તેના આધારે, શનિવારે સવારે ૧૧ વાગ્યે વિજયના શપથ ગ્રહણ સમારોહની ચર્ચા થઈ હતી. જોકે, જ્યારે તેમણે ટીવીકેને ટેકો આપવાના અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે ડીએમકે સાથે રહેશે, ત્યારે ઘટનાઓમાં વળાંક આવ્યો.


કયા પક્ષોએ વિજયને ટેકો આપ્યો છે?


થલાપતિ વિજયની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ને કોંગ્રેસ, ડાબેરીઓનો ટેકો મળ્યો છે. નોંધનીય છે કે વીસીકે, સીપીઆઇ અને સીપીઆઇ(એમ) અગાઉ ડીએમકે ના સાથી હતા. શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ પાછળ છેલ્લી ઘડીની રાજકીય વાટાઘાટોને પણ કારણ તરીકે દર્શાવવામાં આવી રહી છે.


પીએમ મોદીએ નત મસ્તક થઈ બંગાળની જનતાને પ્રણામ કર્યા

શપથ ગ્રહણ સમારોહના અંતે એક ભાવુક ક્ષણ જોવા મળી હતી, જેમાં પીએમ મોદીએ મંચ પરથી જનતાનું અભિવાદન કર્યું હતું. તેઓએ પરેડ ગ્રાઉન્ડમાં હાજર વિશાળ જનમેદનીનો આભાર માનવા માટે મંચ પર ઘૂંટણિયે બેસીને જનતાને સાદર પ્રણામ કર્યા હતા. પીએમની આ વિનમ્રતા જોઈને ત્યાં હાજર લોકોએ તેમને જોરદાર તાળીઓથી વધાવી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application