દેવભુમિ દ્વારકા : વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ખાતે વિકાસ રથનું સ્વાગત

  • October 14, 2025 10:45 AM 

યોજનાકીય પ્રચાર પ્રસાર, વૃક્ષારોપણ,ભારત વિકાસ પ્રતિજ્ઞા વગેરે દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ 

૨૦૦૧થી સતત ગુજરાતમાં અનુભવાયેલા જનવિશ્વાસ, સેવા અને સમર્પણ યુક્ત શાસનની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ દ્વારા કરાઈ રહી છે. ઉજવણીના ભાગરૂપે ગામોગામ વિકાસ રથનું આગમન થઈ રહ્યું છે.
 

જે ઉપક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામે વિકાસ રથ આવી પહોંચ્યો હતો. ગામની બાળાઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અદ્યતન ટેકનોલોજીયુક્ત રથ દ્વારા વિવિધ યોજનાઓની માહીતિસભર વિડિયો ગ્રામજનોને દર્શાવવામાં આવી હતી. ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપીને તેનો લાભ મેળવવા પ્રેરવામાં આવ્યાં હતાં.


તાલુકા વિકાસ અધિકારી, આગેવાનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં જોડાયાં હતાં. ભારત વિકાસ પ્રતિજ્ઞા દ્વારા ઉપસ્થિતો વિકસિત ભારતના નિર્માણ માટે યોગદાન આપવા પ્રતિબદ્ધ થયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application