નિવૃત્તિ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા વૃંદાવન

  • May 13, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી આજે ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનની મુલાકાત લીધી. ત્યાં તેમણે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજ પાસેથી આશીર્વાદ લીધા. કોહલી અને અનુષ્કા સ્વામી પ્રેમાનંદ મહારાજના અનુયાયી તરીકે જાણીતા છે અને ઘણીવાર વૃંદાવનમાં જોવા મળે છે. કોહલીના આ નિર્ણયથી તેની 14 વર્ષની અને શાનદાર ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો, જેમાં તેણે બેટ્સમેન અને કેપ્ટન તરીકે અનેક પડકારોનો સામનો કર્યો અને વિશ્વભરમાં તેના પ્રદર્શનની પ્રશંસા મેળવી.


વિરાટ કોહલી આજે પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજને મળવા અને આશીર્વાદ લેવા રાધાકેલુકુંજ આશ્રમ પહોંચ્યા હતા. તેઓ સવારે લગભગ છ વાગ્યે ત્યાં પહોંચ્યો હતા અને સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી ત્યાં રોકાયા હતા. આશ્રમમાંથી બહાર આવ્યા બાદ કોહલીએ બારાહ ઘાટના સંત પ્રેમાનંદના ગુરૂ ગૌરાંગી શરણ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.


કોહલી આ પહેલા પણ ઘણી વખત તેની પત્ની અને બાળકો સાથે વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યા છે. છેલ્લી વાર જ્યારે કોહલી વૃંદાવન ગયા હતા ત્યારે તેમનો પુત્ર અકાય પણ તેમની સાથે હતો, જેનો ચહેરો દુનિયાએ પહેલી વાર જોયો હતો. જ્યારે પણ ક્રિકેટરની કારકિર્દીમાં પડકારો અને સંઘર્ષનો સમય આવ્યો ત્યારે તે હંમેશા અનુષ્કા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લેતા અને તેમના આશીર્વાદ લેતા.


વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તેની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટના સંઘર્ષ અને સમર્પણની પ્રશંસા કરી. તેણીએ લખ્યું કે તે હંમેશા વિરાટની પડખે ઉભી રહી અને તેના સંઘર્ષોને સમજતી. પોસ્ટમાં, અનુષ્કાએ વિરાટને પોતાનું 'ઘર' ગણાવ્યું અને કહ્યું કે તે ભાગ્યશાળી છે કે તેને તેના જીવનસાથી તરીકે મળ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application