જામનગરમાં એસઆઇઆરની કામગીરીમાં છબરડા, બીએલઓ દ્વારા લોલંલોલની મતદારોમાં ફરિયાદો

  • November 10, 2025 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સ્પેશ્યિલ ઇન્ટેસિવ રીવીઝન એટલે કે એસઆઇઆરની મહત્વની પ્રક્રિયામાં છબરડા અને બીએલઓ દ્રારા કામગીરીમાં  લોલંલોલની ફરિયાદો મતદારોમાં ઉઠી છે. કારણ કે, બીએલઓ દ્રારા ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ સહીતની વિગતો કેવી રીતે ભરવી તે જણાવામાં આવતું ન હોવાની રાવ મતદારો કરી રહ્યા છે. જેના કારણે મતદારને વિધાનસભાની ઓનલાઈન સેંકડો મતદારની ૨૦૦૨ની યાદી ફંફોળીને પોતાની વિગત મેળવવી પડતા દેકારો બોલી ગયો છે. 


જામનગર સહીત રાજયભરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામની વિગત ચકાસવા બાબતે ૪ નવેમ્બરથી એસઆઇઆરની મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં મતદારનું નામ હતું કે કેમ તેની પણ ખરાઈ કરવા માટેની પ્રક્રિયાનો સમાવેશ કરાયો છે. પરંતુ, ૨૦૦૨ ની મતદાર યાદીમાંના મતદારના નામ અને અન્ય વિગત શોધી આપવામાં આ કામગીરી કરી રહેલા બીએલઓ દ્વારા કોઈ મદદ નહીં કરાતી હોવાની અને નિયત ગણતરી ફોર્મ આપીને તેમાં બાકીની વિગત શોધીને ભરી આપવા જણાવાતું હોવાની ફરિયાદો મતદારોમાં જોરશોરથી ઉઠી છે. ખાસ કરીને  આ મહત્વની પ્રક્રિયામાં જેમ મતદારો પોતાના ચૂંટણી કાર્ડના નંબરની વિગત ઓનલાઈન એન્ટર કરીને ૨૦૨૫ ની મતદાર યાદીમાંની પોતાની વિગત મેળવી શકે છે તેવી જ સહેલાઈથી મતદારો વર્ષ-૨૦૦૨ ની મતદાર યાદીમાંની પોતાની વિગત મેળવી શકે એવી સુવિધા ચૂંટણી પંચ દ્વારા મતદારોને આપવામાં ન આવતા છબરડાની ફરિયાદો પણ મતદારોમાં ઉઠી છે.


મતદાર યાદી સુધારણાની પ્રક્રીયામાં મતદારોન.ે સરળ સુવિધા આપવાને બદલે પરેશાન થાય અને તેઓને વિગત જ ન મળે તેવી રીતની પદ્ધતિથી મતદારોમાં દેકારો બોલી ગયો છે. મતદારોની યાદી વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવી છે. જેમાં મતદારે ૨૦૦૨ના વર્ષની જે તે વિધાનસભાની ઓનલાઈન મૂકાયેલી સેંકડો મતદારોની યાદીેમાંથી ફંફોળીને ૨૦૦૨ના વર્ષની મતદાર યાદીની પોતાની વિગત જાતે શોધવી પડી રહી છે. જે સરળ નહીં હોય મતદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

​​​​​​​આ જટિલ પ્રક્રિયાને લીધે, પોતાના નામો હોવા છતાં, ૨૦૦૨ ના વર્ષની પોતાની અથવા પોતાના કુટુંબના સભ્યોની વિગત નહીં આપી શકનાર લાખો મતદારોમાં પોતાના અને પોતાના પરિવારોના નામો હાલની મતદાર યાદીમાંથી કાઢી નખાશે એવો ડર પણ પ્રસરી રહ્યો છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા સરળ પ્રક્રિયા સત્વરે અમલમાં મૂકાય તેવી મતદારોમાં માંગ ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News