જામનગરના બે ગુનામાં વોન્ટેડ આરોપી ગીરફતાર

  • January 02, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના બે પોલીસ સ્ટેશનમાં ગુનામાં વોન્ટેડ અને છેલ્લા છ માસથી નાસ્તા ફરતા આરોપી ને પોલીસે આજે ઝડપી લીધો હતો. 


જામનગરના સીટી-એ. ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર  એન.એ.ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જરૂરી વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.


દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે  જામનગરના સીટી-એ ડીવી. પો.સ્ટે. તથા  સીટી-બી ડીવી. પો.સ્ટે.માં નોંધાયેલા ગુનાનો આરોપી અને  છેલ્લા ૬ માસ થી વોન્ટેડ અખ્તર ઇસ્માઇલભાઈ વાંગીડા (રહે. મોરકંડા રોડ અનમોલ પાર્ક શેરી નં- ૨ જામનગર) હાલ જામનગર મોરકંડા પાસેના પોતાના ઘર પાસે આવેલ છે . જે હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની મોરકંડા નજીક  શોધખોળ કરતાં  આરોપી પોલીસને જોઇને ભાગી ગયો હતો. જેથી તાત્કાલીક તમામ ચેક પોસ્ટને એલર્ટ કરતાં સીટી એ ડીવી. પો.સ્ટે.ની લાલપુર ચોકડી પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત હોય તે ચેક પોસ્ટ પરથી વોન્ટેડ આરોપી અખ્તરભાઇ ઉર્ફે મુનો ઇસ્માઇલભાઇ વાંગીડા ને પકડી પાડયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application