પોરબંદરમાં મારામારીના ગુન્હામાં સાત મહિનાથી વોન્ટેડ વાંકાનેર ખાતેથી ઝડપાયો

  • May 19, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઇ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો કરી નાશી છૂટયો હતો જેને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર ખાતેથી પકડી પાડયો છે. 
ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા સારુ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય. જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા  નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ હેડકોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇ ચૌહાણને ખાનગીરાહે હકીકત મળેલ કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ અને જી.પી.એકટની કલમ મુજબ સગીરાના અપહરણના ગુન્હાના ફરીયાદીએ એવા મતલબની ફરીયાદ આપેલ હતી કે આરોપી ભરત ભાલદેભાઇ કેશવાલાએ સાત મહિના પહેલા ફરિયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી ભગાડી જઇ તેણી સાથે ખરાબ કામ કરેલ હોય, જેથી ફરિયાદીએ આરોપી વિ‚ધ્ધ માં પોલીસ ફરિયાદ લાખાવેલ હોય અને આરોપી જેલમાંથી છૂટીને આવેલ અને  તેના સાગરીતો  ફરિયાદીના લતામાં જઇને માનવ જિંદગી જોખમાય તે રીતે બંને આરોપીઓએ ફરિયાદીના ડેલીમાં છુટ્ટા પથ્થરોના ઘા કરી જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી અને ફરિયાદી કેસમાં સમાધાન નહી કરે તો  ઘરના બધા સભ્યોને મારી નાખવાની ધમકી આપી અને બંને આરોપીઓએ તેમના પરિવારના સભ્યોને ગાળો આપી અને આરોપી તથા તેના સાગરીતોએ ફરિયાદીને આરોપી સાથે કેસમાં સમાધાન કરવા માટે ધમકી આપી ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત વિગતેની ફરિયાદ આપતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપી ભરત માલદેભાઇ કેશવાલા છેલ્લા સાતેક મહિનાથી  ઉપરોકત ગુનામાં નાસતો ફરતો હોય અને હાલ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે હોવાની હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસાને વાંકાનેર ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી ભરત માલદેભાઇ કેશવાલા ઉ.વ. ૨૩ રહે. ખાપટ મા‚તી ઓઇલમીલ પાસે બાપા સીતારામના ઓટલા પાસે નવાપરા પોરબંદરવાળો વાંકાનેર ખાતેથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. 
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ‚, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application