પોરબંદરમાં શ્રી મહા પરિષદ યુવા સંઘ દ્વારા ગૌધનને તરબુચનું ભોજન આપવામાં આવ્યુ હતુ.
પોરબંદર શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે સાથે સાથે યુવાનો દ્વારા ગૌમાતાઓ માટે અનેક વખત ગાયો માટે લાડુ,ગાયોના સ્પેશિયલ રેડિયમ પટ્ટા તેમજ ગોળવાળા પાણીનું આયોજન કરવામાં આવતું હોય છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્યય ગરમી પડી રહી છે આ તકે યુવાનો દ્વારા ગાયો માટે તરબુચ ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ માર્ગ ઉપર અવારનવાર પશુઓના લીધે અકસ્માતો થતા હોય છે તેના ભાગરૂપે શ્રી મહાપરિષદ યુવા સંઘના યુવાનો દ્વારા ગાયો તેમજ શ્વાનો માટે સ્પેશિયલ રેડિયમ પટ્ટા પણ બાંધવામાં આવ્યા હતા.આ સેવાકીય ગ્રુપ શ્રી લોહાણા મહાપરીષદ સૌરાષ્ટ્ર ઝોન-બે યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરારની આગેવાનીમાં ઉત્તમ અને સરાહનીય કાર્ય કરતુ આવ્યું છે ત્યારે આ સેવાકાર્યને શહેરીજનોએ બિરદાવ્યું છે આ સેવાકાર્યમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી હર્ષિલ મજીઠીયા , ઉપપ્રમુખ શ્યામ ઠકરાર, શિવાંગ ધનરાજ, ભાવેશ કોટેચા,અમિત ચોલેરા, ચેતન પલાણ,નિકુંજ પાબારી,યશ અટારા,નિરવ મજીઠીયા ,ચેતન કોટેચા, નંદન દાવડા કપિલ વિઠલાણી સાવન ઠકરાર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech