બ્યુટીફીકેશનના ચાલી રહેલા કામ વચ્ચે આશ્ર્ચર્યજનક રીતે પાછલા તળાવનું પાણી ઝડપથી ઓછું થઇ રહ્યું છે : કોઇ આગળ આવીને તપાસ કરશે કે તપાસ માંગશે ? કે પછી ભાઇ-ભાઇ ચાલશે ?
જામનગરમાં શહેરની વચ્ચે જ નયનરમ્ય લાખોટા તળાવની સુંદરતા તે જામનગરની શાન કહી શકાય ત્યારે જામ્યુકોના શાસકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રણમલ તળાવના પાછલા ભાગમાં આશરે ા.33 કરોડના ખર્ચે તળાવ બ્યુટીફીકેશન ભાગ-2 કરી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, હજુ તો નવેમ્બર પુરો થયો નથી ત્યાં જ રણમલ તળાવના પાછલા ભાગમાંથી પાણી ખુબ જ ઓછુ થઇ ગયું છે, આ પાણી ઘટી કેવી રીતે ગયું ? કયાં દાનવની પાણી ઘટાડવામાં કોઇ કરામત છે ? સામાન્ય રીતે માર્ચ મહીના આસપાસ ધીરે-ધીરે રણમલ તળાવનું પાણી ઘટતું જાય છે, પરંતુ એક તરફ પ્રોજેકટ બની રહ્યો છે અને બીજી તરફ રણમલ તળાવમાંથી પાણી ઓછુ થઇ રહ્યું છે તે વાત વિરોધાભાશી થઇ છે અને આ અંગે જામ્યુકોના શાસકોએ તપાસ કરવી જોઇએ તેવી ચચર્િ શહેરમાં શ થઇ છે.
રણમલ તળાવ ભાગ-1 બ્યુટીફીકેશનનો ા.45 કરોડનો પ્રોજેકટ શ થયો ત્યારે પણ વૃક્ષો કાપવાથી લઇને અનેક વિવાદો થયા હતાં, હવે આશરે ા.33 કરોડના ખર્ચે તળાવ ભાગ-2ને વિકસાવવાની કામગીરી શ થઇ ચૂકી છે, સાયકલ ટ્રેક અને અન્ય ભાગ બનાવવા માટે તળાવને બુરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો કોંગ્રેસે કયર્િ હતાં, પરંતુ રણમલ તળાવના પાણીની સંગ્રહ શકિત ખુબ જ સારી છે, તળાવના 3 ભાગ આ સિઝનમાં પુરેપુરા છલકાઇ ગયા હતાં, પરંતુ થોડા દિવસોમાં લગભગ બે ફુટ જેટલું પાણી ઓછુ થઇ ગયું હતું, ત્યારબાદ ધીરે-ધીરે આ પાણી ઘટવાની કરામત શ થઇ હતી અને આજ સવારની તસવીરને જોતાં રણમલ તળાવના પાછલા ભાગમાંથી સા એવું પાણી ઘટી ગયાની વિગતો બહાર આવી છે.
શહેરમાં એવી પણ ચચર્િ થઇ રહી છે કે, હજુ તો ચોમાસાને પુ થયાને દોઢેક મહીનો થયો છે ત્યારે તળાવના ત્રણેય ભાગ ફુલ હોવા જોઇએ તેના બદલે અત્યારે પ્રોજેકટ ચાલી રહ્યો છે તેના લીધે સા એવું પાણી ઓછુ થઇ ગયું છે, આ પાણી ઓછુ કરવામાં આવ્યું છે કે કેમ ? દોઢેક મહીનાથી તળાવ ભરાઇ ગયા પછી એકાએક ખાલી થવાનું શું કારણ ? શાસક પક્ષના સભ્યો અને પદાધિકારીઓ તળાવમાં પાણી ઓછુ થવાના મામલે સહદેવ જેવું મૌન લઇને બેઠાં છે ત્યારે વિપક્ષના કોંગ્રેસના અગ્રણીઓ પણ શઆતમાં બે-ત્રણ વખત વિરોધ કયર્િ બાદ તેઓ પણ ચુપ થઇ ગયા છે, કાં તો તેઓને ચુપ કરી દેવામાં આવ્યા છે અથવા તેઓ શાનમાં સમજી ગયા હોય તેવી વાતો પણ બહાર આવી રહી છે.
તળાવનો પ્રોજેકટ વ્યવસ્થીત બને તે માટે કોઇને વિરોધ હોઇ શકે નહીં, પરંતુ રાજાએ આ મુલ્યવાન તળાવ જામનગરની પ્રજાને આપ્યું છે અને આ તળાવમાં પાણી આવવાથી આજુબાજુના વિસ્તારના અનેક ઘરોના કુવા અને ડંકીના તળ સાજા થઇ ગયા છે, સહેલાણીઓ માટે પણ આ તળાવ ખુબ જ આશીવર્દિ સમાન બની ગયું છે ત્યારે થોડા સમય તળાવમાં માટી નાખીને કેટલોક ભાગ બુરવામાં આવ્યો હતો, પ્રોજેકટ ચાલું છે ત્યારે માત્ર એક-દોઢ મહીનામાં જ નીર નીચે ઉતરી જતાં અનેક સવાલો ઉઠયા છે.
શાસક પક્ષના સભ્યો તો આ પ્રોજેકટ અંગે કંઇ નહીં બોલે તે વાસ્તવીકતા છે, પરંતુ હવે તો વિપક્ષી સભ્યોએ પણ તળાવના મામલે મૌન સેવી લીધું છે તે સચોટ હકીકત છે. ભૂતકાળમાં ચોમાસાના એકાદ મહીના બાદ એકાએક પાણી ઓછુ થવા અંગે શા માટે કોઇ સ્પષ્ટતા કરતા નથી, ખરેખર તો મ્યુ.કમિશ્નરે આ અંગે ઉંડા ઉતરીને તપાસ કરવી જોઇએ તેવું લોકમુખે ચચર્ઇિ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech