ફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ

  • May 03, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયમાં ગરમીના ઉચકાતા પારાની સાથે આગના બનાવોની સંખ્યા વધી છે. રાયભરની હોસ્પિટલોમાં ફાયર સેટીની સુવિધા બાબતે હાઇકોર્ટ દ્રારા સરકાર પાસે વિગતો માંગવામાં આવી છે હોસ્પિટલ અને સ્કૂલમાં ફાયર સેટીના રિપોર્ટની સરકાર દ્રારા હાઇકોર્ટને બાંહેધરી પણ આપવામાં આવી છે.



રાયમાં હાલમાં ઉનાળાની શઆતથી જ આગ લાગવાની દુર્ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે સમગ્ર રાયમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેટીની સુવિધાઓ બાબતની વિગતો રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આદેશ કર્યેા હતો.
શાળાઓમાં ફાયર સેટી તેમજ હોસ્પિટલોમાં ફાયર સેટી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. આ બાબતે તમામ વિગતો રજૂ કરવા માટે સરકારે ખાતરી આપી હતી.


ઉલ્લેખનીય છે કે રાયમાં બહત્પમાળી બિલ્ડીંગો શાળાઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેટીની સુવિધાઓ તેમજ રાયના ફાયર અને ઈમરજન્સી વિભાગમાં યોગ્ય સ્ટાની ભરતી બાબતની જાહેર હિતની અરજીની સુનાવણી ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન હાઇકોર્ટ દ્રારા સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દ્રારા રાયની હોસ્પિટલોમાં ફાયર સેટીની સુવિધાઓ અંગે સવાલ કરવામાં આવેલો તેના જવાબમાં એડવોકેટ જનરલ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ બાબતે એલ્ડેિિવટ તેઓ આ બાબતે એલ્ડેિિવટ રજૂ કરીને સમગ્ર વિગતો જણાવશે. મુખ્યત્વે તમામ હોસ્પિટલોમાં ફાયર સેટીનીં સુવિધાઓ પણ તેમ છતાં અમે આ બાબતે તપાસ કરીને અહેવાલ રજૂ કરીશું.


આ વખતે ચીફ જસ્ટિસ દ્રારા પૂછપરછ કરવામાં આવી હતી કે તમે આ બાબતે શું કાર્યવાહી કરશો અને કેવી રીતે આગળ વધશો તેના જવાબમાં એડવોકેટ જનરલ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે કેટલી હોસ્પિટલોમાં ફાયર એનઓસી તેની વિગતો મેળવવામાં આવશે અને જેમાં એનઓસી નહીં હોય તેની સામે શું કાર્યવાહી કરવાની છે તે બાબતે અમે નિર્ણય લઈશુ. અમારી પાસે હોસ્પિટલોનો ડેટા છે અને ફાયર એનઓસી આપ્યા અંગેની વિગતો ઉપલબ્ધ છે.આથી હાઇકોર્ટે આથી અદાલતે નોંધાયેલી હોસ્પિટલ અને તેની ફાયર એનઓસી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application