જામનગર : ધ્રોલમાં જમવા બાબતે પતિ સાથે ચડભડ થતા પત્નીએ ઝેર પીધુ

  • February 14, 2026 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલમાં જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતા લાગી આવવાથી એક પરપ્રાંતીય યુવતિએ ઝેર પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે, આ બાબતે ધ્રોલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી છે. 
​​​​​​​

મુળ એમપીના અને હાલ ધ્રોલના પીપરોડા ગામે રાજેશભાઇની વાડીએ રહીને ખેતમજુરી કરતી સુરેખાબેન મનિષભાઇ અજનાર (ઉ.વ.૩૦)એ બપોરે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી, બનાવ અંગે હોસ્પીટલ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસને જાણ કરી હતી, પતિ સાથે જમવાનું બનાવવા બાબતે ચડભડ થતા આ બાબતનું લાગી આવવાથી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application