જામનગરમાં હોટલમાં ઉતરેલા યુવાનનો ભેદી સંજોગોમાં આપઘાત

  • May 05, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મથુરાના યુવકે ગળાફાંસો ખાધો : કારણ જાણવા પોલીસની તપાસ



જામનગરના ત્રણબત્તી નજીક પેનોરમાં કોમ્પ્લેક્ષમાં આવેલ એક હોટલમાં યુપીના મથુરાના વતની યુવાને કોઇ કારણસર લુંગી વડે ગળાફાંસો ખાઇ લેતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી. 


ઉત્તરપ્રદેશના મથુરાના સરાય આજમાબાદના વતની નંદકિશોર રઘુવીરસિંહ (ઉ.વ.૨૪) નામનો યુવાન બે દિવસ પહેલા જામનગર આવ્યો હતો અને પેનોરમાં કોમ્પ્લક્ષમાં આવેલ હાર્મની હોટલના રુમ નં. ૨૦૭માં ઉતર્યો હતો દરમ્યાન તા. ૩ના હોટલના રુમમાં કોઇ અગમ્ય કારણસર પંખામાં લુંગી વડે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા તેનુ મૃત્યુ થયુ હતું. આ અંગે હોટલના મેનેજર વિજયભાઇ બલવાએ સીટી-બી ડીવીઝનમાં જાણ કરતા ટુકડી દોડી ગઇ હતી અને બનાવ સબંધે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application