ખોડીયાર કોલોનીમાં પૈસાની લેતી દેતીના મામલે યુવાન પર હુમલો

  • November 23, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ખોડીયાર કોલોની શાક માર્કેટ રોડ પર ગઇકાલે એક યુવાનને હાથ ઉછીના પૈસાના મનદુ:ખમાં 3 શખ્સોએ હુમલો કરીને ઇજા કયર્નિી તેમજ મારી નાખવાની ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો છે.


નાઘેડીમાં બંશી બંગલો એરીયા ખાતે રહેતા, ડ્રાઇવીંગ કરતા ધર્મેન્દ્રસિંહ પ્રાગજી રાઠોડ (ઉ.વ.23) નામના યુવાને સીટી-સીમાં શંકરટેકરીના હાર્દિક ડાંગર, નિતીન સીંગરખીયા અને ધરારનગરના ઇરફાન આ ત્રણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.


ફરીયાદી ધર્મેન્દ્રસિંહે આરોપી નિતીન પાસેથી આશરે બે મહિના પહેલા હાથ ઉછીના ા. 25 હજાર લીધા હતા બાદ ફરીયાદીએ પૈસા આપી દીધેલ હોય જે બાબતની બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને નિતીને ફરીયાદીને છરીની પાછળની મુઠથી માથામાં અને શરીરે મુંઢ માર માર્યો હતો તેમજ હાર્દિકે ખભાની પાછળ છરીનો ઘા ઝીંકી દીધો હતો, ઇરફાને ઢીકાપાટુનો માર માર્યો હતો.  દરમ્યાન ત્રણેયે ગાળા ગાળી કરી એક સંપ કરી જતા જતા ફરીયાદીને કહેલ કે જો પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application