કેટલાક સભ્યોએ કંપનીની હજુ પણ તરફેણ કરી: જુના કામો ચાલું છે તે પુરા કરાવવા નિર્ણય કરાયો: ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ કહ્યું કે, ા.5 કરોડની ગ્રાન્ટના મારા કામો હજુ શરૂ નથી થયા
એક અધિકારી પર હુમલો કરાયા બાદ સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની પેઢીને બ્લેક લીસ્ટ કરાયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, આ કાર્યવાહી થઇ ત્યારે પણ શાસક પક્ષના કેટલાક સભ્યોએ આ કંપનીની તરફેણ કરી હતી, આજે જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં પણ કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, આ કંપની દ્વારા જે કામ ચાલું કરાયા છે તે પુરા કરવા દો અને ત્યારબાદ નવા કામો ન આપતા, આમ કર્મચારી પર હુમલો કરનાર કંપનીના માલીક સામે વધુ તરફદારી જોવા મળી હતી.
જિલ્લા પંચાયતના સામાન્ય સભા ખંડમાં પ્રમુખ મયીબેન ગરચરના અઘ્યક્ષ સ્થાને એક મીટીંગ મળી હતી, જેમાં 2024-25ના વર્ષમાં મળેલી સામાન્ય સભામાં કેટલાક એજન્ડાને મંજુરી આપવામાં આવી હતી. આ સભામાં સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની પેઢીને બ્લેક લીસ્ટ કરવામાં આવી છે ત્યારે તેના અધુરા રહેલા કામો પુરા કરવા તેને તાકીદ કરવા સભ્યોએ સુર પુરાવ્યો હતો. જેના વર્ક ઓર્ડર અપાયા નથી તેવા કામો ન કરાવવા અને ત્રણ વર્ષ માટે તેને બ્લેક લીસ્ટ કરવી.
આ સામાન્ય સભામાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ કહ્યું હતું કે, ઘણા સમયથી મારી ગ્રાન્ટમાંથી ા.5 કરોડના કામો મે સુચવ્યા છે તે હજુ સુધી શા માટે કરવામાં આવ્યા નથી ? વર્ક ઓર્ડર આપી દીધા છે તે કામો તો પુરા કરાવો. વિપક્ષના જે.પી.મારવીયાએ કહ્યું હતું કે, નિકાવા-પીપરનું કામ નબળુ થયું છે તે કામ કરનારાઓ સામે પગલા લેવા જોઇએ. આ ઉપરાંત સભ્યોએ કહ્યું કે, ખીમરાણા-શેખપાટ, ઇટાળા-સુમરા, મકાજી મેઘપર-વિભાણીયા, લલોઇ-ભગેણી જેવા કામો વર્ષોથી ચાલું છે, પરંતુ હજુ સુધી પુરા થયા નથી.
જિલ્લા પંચાયતમાં ઓકટો-23 થી માર્ચ-24 સુધીના હીસાબોને બહાલી અપાઇ હતી, જિલ્લા પંચાયતની મેજ ડાયરી બનાવવા ા.5 લાખની જોગવાઇ કરાઇ છે તે ખર્ચ પણ મંજુર કરાયું હતું, 15માં નાણાપંચના જિલ્લાકક્ષાના કામો અન્વયે સુધારા મંજુર કરાયા હતાં, સ્ટેમ્પ ડયુટીની વર્ષ 2022-23 અને 23-24ના વર્ષના કામો મંજુર કરાયા હતાં તેમજ રેતી રોયલ્ટીના કામોને વિવિધ સમીતીની બેઠકની કાર્યવાહીની નોંધ કરવામાં આવી હતી. આ સભામાં ડીડીઓ વિકાસ ભારદ્વાજ હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech